સંરક્ષણ મંત્રાલય

75 ઇન્ફેન્ટરી બ્રિગેડના બ્રિગેડ કમાન્ડરે ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021ને ઝંડી બતાવીને પ્રયાણ કરાવ્યું

Posted On: 20 DEC 2021 2:25PM by PIB Ahmedabad

75 ઇન્ફેન્ટરી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સુધાંશુ શર્માએ 20 ડિસેમ્બર 2021ના રોજ સ્મૃતિવન સ્મારક ખાતેથી ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021ને ઝંડી બતાવીને તેનું પ્રયાણ કરાવ્યું હતું. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવચાલી રહ્યો છે તેના ભાગરૂપે હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સીમા માર્ગ સંગઠનના 10 બાઇકસવારો આ રેલીમાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ 25 ડિસેમ્બર 2021 સુધીમાં બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુર થઇને અંતે દિલ્હી પહોંચશે અને છ દિવસના સમય દરમિયાન અંદાજે 2,400 કિલોમીટર કરતાં વધારે અંતર કાપશે.

આ રેલીનું પ્રયાણ કરાવતા 75 બ્રિગેડના કમાન્ડરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વર્ષ છે અને સરહદી ક્ષેત્રોમાં જ્યાં કનેક્ટિવિટી અત્યંત નિર્ણાયક સ્થિતિમાં હોય છે ત્યાં દુર્ગમ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સીમા માર્ગ સંગઠનના પીઢ સૈનિકોને યાદ કરવા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકો સાથે જોડાવા માટે અને સીમા માર્ગ સંગઠનના જુસ્સા તેમજ બલિદાન વિશે તેમને યાદ અપાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના હોય છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. કમાન્ડરે આ રેલીમાં સહકાર આપવા બદલ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ રેલી કચ્છના રણના સરહદી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે લખપત કિલ્લાના વિસ્તારોમાં સરહદ પર તૈનાત સૈનિકો સાથે સંવાદ કરવાની તેમને તક પ્રાપ્ત થઇ હતી. બાઇકસવારોએ કોટેશ્વર મંદિરની મુલાકાત લીધી ત્યારે સમગ્ર માહોલમાં દેશભક્તિની ભાવના ફેલાઇ ગઇ હતી અને તેમણે ઉત્સાહપૂર્વક અહીં ઉપસ્થિત રહેલા સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો તેમજ સીમા માર્ગ સંગઠનના જુસ્સા અને તેમણે આપેલા બલિદાન પર પ્રકાશ પાડ્યો હતો અને સીમા માર્ગ સંગઠનની અદમ્ય ભાવના બતાવી હતી. તેમણે યુવાનોને BROમાં કારકિર્દીનું ઘડતર કરવા માટે રહેલી તકો વિશે સમજાવીને તેમને પ્રતિષ્ઠિત સીમા માર્ગ સંગઠનમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી.

આ રેલી બાડમેર, બિકાનેરના રણ વિસ્તારોમાંથી તેમજ અમૃતસર, ફિરોઝપુરના મેદાની પ્રદેશોમાંથી પસાર થઇને અંતે 27 ડિસેમ્બર 2021ના રોજ દેખની રાજધાની ખાતે તેનું સમાપન થશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1783390) Visitor Counter : 151