રેલવે મંત્રાલય
20 ડીસેમ્બર 2021 થી 8 જાન્યુઆરી 2022 સુધી નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 બંધ રહેશે.
Posted On:
19 DEC 2021 7:53PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 નિભાવ અને રીપેરીંગ કામ માટે તા. 20 ડીસેમ્બર 2021 સવારે 8.00 કલાક થી 8 જાન્યુઆરી 2022ના સાંજે 18.00 કલાક સુધી (કુલ 20 દિવસ) બંધ રહેશે.
માર્ગ ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસીંગ નં.-28 (ભારે વાહનો) તેમજ મર્યાદિત ઉંચાઈ સબવે નં. 19-એ (નાના વાહનો) થી અવરજવર કરી શકે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1783266)
Visitor Counter : 126