રેલવે મંત્રાલય
22મી ડિસેમ્બર 2021ની અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે
Posted On:
15 DEC 2021 10:28PM by PIB Ahmedabad
ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝન પર છપરા-બલિયા સેક્શનના ગૌતમસ્થાન સ્ટેશન પર ડબલિંગને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. જેની વિગતો નીચે મુજબ છેઃ
1. તારીખ 22 ડિસેમ્બર 2021ની ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ મઉ-બલિયા-છાપરાને બદલે મઉ-ભટની-છાપરા થઈને દોડશે.
2. તારીખ 18મી ડિસેમ્બર અને 25મી ડિસેમ્બર 2021 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ છપરા-બલિયા-મઉને બદલે છપરા-ભટની-મઉ થઈને દોડશે.
SD/GP/JD
(Release ID: 1781996)
Visitor Counter : 95