સંરક્ષણ મંત્રાલય

ભારતીય તટરક્ષક દળે માછીમારને બચાવ્યો

Posted On: 13 DEC 2021 10:22PM by PIB Ahmedabad

ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, વેરાવળ દ્વારા 12 ડિસેમ્બર 2021ના રોજ ઝડપથી ઓપરેશનનું સંકલન કરીને તટરક્ષક દળ જહાજ (C-143)ની મદદથી વેરાવળથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 54 NM દૂર સમુદ્રમાં IFB બદ્રિકા નામની માછીમારીની હોડીમાં માછીમારીની જાળી ખેંચતી વખતે સાપના ડંખથી ઇજાગ્રસ્ત થયેલા હોડીના માસ્ટરને બચાવી લેવામાં આવ્યો હતો. ઉપરોક્ત ઉલ્લેખિત માછીમારને બચાવવા માટે C-143 ને તેની પરિચાલન નિયુક્તિ પરથી ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું અને દર્દીને સમુદ્રી પોલીસ બોટમાં પહોંચાડ્યા બાદ આ જહાજ ફરી નિયમિત પરિચાલનમાં જોડાઇ ગયું હતું.

આ દર્દી અને તેમની સાથે રહેલા અન્ય એક સાથીને તટરક્ષક દળના જહાજ પર લાવવામાં આવ્યા છે અને દર્દીને પ્રારંભિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. દર્દીને વધુ તબીબી સારવાર માટે વેરાવળ લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા પછી વધુ સારવાર માટે સર્વિસ એમ્બ્યુલન્સ દ્વારા વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં દર્દીની સ્થિતિ સ્થિર છે.

SD/GP/JD



(Release ID: 1781130) Visitor Counter : 130