સંરક્ષણ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સંગઠન (IMO), લંડન દ્વારા ભારતીય તટરક્ષક દળને ‘સર્ટિફિકેટ ઓફ કમેન્ડેશન’ એનાયત કરાયું

Posted On: 10 DEC 2021 3:47PM by PIB Ahmedabad

ભારતીય તટરક્ષક દળના હિંમતવાન અધિકારીઓ અને કર્મી કમાન્ડન્ટ બી. ભટ્ટ, સતિષ (પ્રધાન અધિકારી), અભિષેક તોમર (નાવિક) અને કૌશિક કૌટિયાલે (નાવિક) 03 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીલંકાના દરિયાકાંઠા ક્ષેત્રમાં આગની જ્વાળાઓમાં લપેટાયેલા MT ન્યૂ ડાયમંડ જહાજના અગ્નિશમન ઓપરેશન દરમિયાન તેમની કૌશલ્યપૂર્ણ કામગીરી કરીને જે પ્રકારે હિંમતભર્યું કાર્યપ્રદર્શન કર્યું તેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સંગઠન (IMO) દ્વારા ભારતીય તટરક્ષક દળને “સર્ટિફિકેટ ઓફ કમેન્ડેશન” (પ્રશંસાપત્ર) એનાયત કરવામાં આવ્યું છે. IMOનું વડુમથક યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે આવેલું છે. આ જહાજ જોખમી જ્વનશીલ સામન લઇને કિનારા તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગતા દુર્ઘટનાનો ભોગ બન્યું હતું.

ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી માટે સક્રિય અભિગમની દિશામાં IMOની વૈશ્વિક સ્વીકૃતિ ભારતીય તટરક્ષક દળના સમુદ્રી પર્યાવરણનું રક્ષણ કરવાના અને આપણા પડોશી રાષ્ટ્રો સાથે મળીને સહિયારો ઉકેલ લાવવાના સામર્થ્યનો પુનરુચ્ચાર કરે છે.

SD/GP/JD

style="text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1780098) Visitor Counter : 181