રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ ડિવિઝનના મહેસાણા સ્ટેશન પર રેલવે કર્મચારીઓ માટે ફરિયાદ શિબિરનું આયોજન

પોસ્ટેડ ઓન: 07 DEC 2021 5:36PM by PIB Ahmedabad

ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ શ્રી તરૂણ જૈનના નિર્દેશાનુસાર અને વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી શ્રી સુનિલ બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ કાર્મિક વિભાગ દ્વારા મહેસાણા રેલવે સ્ટેશન ખાતે રેલવે કર્મચારીઓ માટે ફરિયાદ શિબિર, HRMS અને UMID કાર્ડનું બનાવવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 25 કર્મચારીઓની ફરિયાદો મળી હતી. જેમાંથી 22 કર્મચારીઓની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું, બાકીની ફરિયાદો સંબંધિત વિભાગોને મોકલી આપવામાં આવી હતી. કુલ 45 કર્મચારીઓની HRMS સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને કુલ 17 કર્મચારીઓના UMID કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1778928) મુલાકાતી સંખ્યા : 138