વિદ્યુત મંત્રાલય

દાદરા અને નગર હવેલમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં 2965 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

Posted On: 06 DEC 2021 7:43PM by PIB Ahmedabad

75 વર્ષ "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ભારત સરકાર ઉર્જા મંત્રાલય દ્વારા શાળાના બાળકોમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહી છે. આજ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ સ્કૂલના 2965 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળકોએ ઉર્જા કાર્યક્ષમ ભારત અને સ્વચ્છ ગ્રહની થીમ પર આધારિત ચિત્ર બનાવ્યું. દરમિયાન બાળકોએ ચિત્ર દ્વારા ઉર્જા સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ દરમિયાન, ભાગ લેનાર બાળકોને વીજળી બચાવવા માટે એલઇડી બલ્બ, સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કલા દ્વારા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી 4 ઝોનમાં 10 જગ્યાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઈવેન્ટ વિશે માહિતી આપતા નોડલ ઓફિસર, શ્રી  સુનીલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર સંઘ પ્રદેશમાંથી 3612 જેટલા બાળકોએ ચિત્ર સ્પર્ધામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 2965 જેટલા બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

09 મી ડિસેમ્બરે 2021 નરોલી ટાઉન હોલ ભવન ખાતે, પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા બે કેટેગરીના વિજેતાઓને રૂ. 50000નું અલગ પ્રથમ ઇનામ, રૂ. 30000નું બીજું ઇનામ, રૂ. 20000નું ત્રીજું ઇનામ અને રૂ. 7500ના 10 આશ્વાસન ઇનામ આપવામાં આવશે. દર વર્ષની જેમ વર્ષે પણ પાવરગ્રીડને સંઘ  પ્રદેશ દાદરા અને નગર હવેલી કાર્યક્રમના આયોજન માટે નોડલ એજન્સી તરીકે સોંપવામાં આવી છે. આ આયોજને સફળ બનાવવા માટે   શિક્ષણ વિભાગ ,સંઘ  પ્રદેશ  દાદરા અને નગર હવેલી ઘણો  સહયોગ મળ્યો.

SD/GP/JD

 


(Release ID: 1778597) Visitor Counter : 130