વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

ગતિ શક્તિ પ્રોજેક્ટથી યુવાઓને રોજગારી મળશે, ઉદ્યોગોને પણ ફાયદો થશે- કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતની અલગ ઓળખ ઊભી થઈ, ગતિ શક્તિ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે

પીએમ ગતિ શક્તિ યોજના ૨૦૨૧ હેઠળ મહાત્મા મંદિરમાં વર્કશોપ અને સેમીનાર યોજાયો

Posted On: 26 NOV 2021 5:45PM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના ૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વૉટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં વેસ્ટર્ન રિજન માટે સેમીનાર અને વર્કશોપ આજે યોજાઈ ગયો.

કંડલાના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ સેમીનાર અને વર્કશોપનું ઉદ્ઘાટન કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્યુ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશક્તિ પ્રોજેક્ટનો આજે પ્રથમ વર્કશોપ હતો.

આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે બધા રાજ્યો સાથે મળીને આ પ્રોજેક્ટમાં ભાગ રહ્યા લઈ રહ્યા છે ખુશીની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધાને સાથે લઈને ચાલી રહ્યા છે. એક સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણમાં તેઓ ઇમાનદારીપૂર્વક કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી તેઓ દિવસ-રાત મહેનત કરીને સમગ્ર વિશ્વમાં આપણા દેશની એક અલગ ઓળખ ઊભી કરી છે એમની નીતિ રહી છે કે સબકા સાથ સબકા વિકાસ ઓર સબ કા પ્રયાસ અને એ થકી જ આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ગતિશક્તિ પ્રોજેક્ટ દેશના તમામ રાજ્યોને સાથે રાખીને આગળ વધારવામાં આવશે. ગતિશક્તિ પ્રોજેક્ટથી અનેક યુવાનોને રોજગારી મળશે તો સાથે જ લોજિસ્ટિકનો ખર્ચ પણ ઘટાડી શકાશે, કનેક્ટિવિટી સરળ થશે. ગતિશક્તિ પ્રોજેક્ટથી ઉદ્યોગકારોને ફાયદો થશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે ગૌરવ અનુભવી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નિર્ણયોને આભારી છે.

કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી  શ્રીપદ નાઈક, રાજસ્થાન સરકારના પબ્લિક વેલ્ફેર ડિપાર્ટમેન્ટના મંત્રી ભજન લાલ જાતવ, મધ્ય પ્રદેશ સરકારના ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ ઇન્વેસમેન્ટ પ્રમોશનના મંત્રી રાજ્વર્ધનસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ ગતિ શક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડીને સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે, જે હેઠળ મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે રૂ.૧૦૦ લાખ કરોડના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મળી મોડલ ગતિ શક્તિ માસ્ટર પ્લાન લોન્ચ કરીને આત્મનિર્ભર ભારત માટેનો પાયો નાખ્યો હતો. પીએમ ગતિ શક્તિ યોજનાની જાહેરાત તેમણે ૧૫ ઑગસ્ટ ૨૦૨૧ના સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સંબોધનમાં કરી હતી. હવે યોજનાને લાગુ કરવામાં આવી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1775350) Visitor Counter : 160