રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ દ્વારા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો

Posted On: 24 NOV 2021 8:31PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરોમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે. અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (રાણીપ) અને સાબરમતી બી.જી. (ધરમનગર) રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો જેને આજથી ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ રીતે અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવ્યો છે. રેલવે મુસાફરોને રાહત આપતો આ નિર્ણય 24 નવેમ્બરથી શરૂ થયો છે. 

SD/GP/JD



(Release ID: 1774796) Visitor Counter : 95