સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ઑક્ટોબર 2021માં ગુજરાતની નોંધપાત્ર ટેલિકોમ વૃદ્ધિ

Posted On: 23 NOV 2021 3:24PM by PIB Ahmedabad

ગુજરાત LSA દૂરસંચાર વિભાગ મુજબ, ઑક્ટોબર 2021માં ગુજરાત LSAની નોંધપાત્ર ટેલિકોમ વૃદ્ધિ થઈ છે જેના મુખ્ય પરિમાણ નીચે મુજબ છેઃ

1. 6.52 લાખ નવા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે અને મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 8.17 કરોડ થઈ છે.

2. ગુજરાત LSAની ટેલી-ડેન્સિટી 115.4% છે.

3. 20 હજાર નવી વાયર લાઇન / ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ નવી વાયર લાઇન / ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 14 લાખ થઈ ગઈ હતી.

4. 5.94 લાખ નવા વાયરલેસ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ વાયરલેસ ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 4.97 કરોડ થઈ હતી.

5. 675 નવા મોબાઈલ BTS ઉમેરવામાં આવ્યા અને BTSની કુલ સંખ્યા 140535 થઈ.

6. 303 મોબાઈલ BTS ઓપ્ટિકલ ફાઈબર દ્વારા જોડાયેલા હતા અને ઓપ્ટિકલ ફાઈબર પર BTSની કુલ સંખ્યા 49975 થઈ ગઈ હતી.

7. 562 નવા 4G BTS ઉમેરવામાં આવ્યા હતા અને 4G BTSની કુલ સંખ્યા 103013 થઈ ગઈ હતી.

SD/GP/JD



(Release ID: 1774228) Visitor Counter : 155