નાણા મંત્રાલય
CBIએ રૂ.30 લાખની કથિત લાંચના કેસમાં રત્નાકર બેંક લિમિટેડની અમદાવાદ બ્રાન્ચના અધિકારી સહિત બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરી
Posted On:
19 NOV 2021 6:00PM by PIB Ahmedabad
સેન્ટ્ર્લ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા રૂ. 30 લાખની લાંચના કેસમા અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિ.ના એગ્રો ડિવિઝનના રિજનલ હેડ શ્રી નિમેષ માંગેર તથા પૂણે સ્થિત રત્નાકરણ બેન્ક લિ.ના રિકવરી હેડ શ્રી સૌરભ ભસીનની ધરપકડ કરવામાં આવી છે.
મૂલ્યાંકન પ્રમાણપત્ર આપવા માટે રૂ.1 કરોડનો અયોગ્ય લાભ માંગવાના આરોપસર આરોપી સામે ફરિયાદના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદીએ તેના પરિવારના 12 સભ્યો સાથે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની બાગાયત યોજનાના ઉત્પાદન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાણિજ્યિક બાગાયતના વિકાસ હેઠળ કૃષિ ટર્મ લોન માટે અરજી કરી હતી, જેમાં સરકાર કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% દરે સબસિડી આપે છે, જે દરેક પ્રોજેક્ટ માટે 56 લાખ સુધી મર્યાદિત હોય છે.. સબસિડીની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ફરિયાદી અને તેના પરિવારના સભ્યોની તમામ કૃષિ મુદતની લોન NPA બની ગઈ હતી અને સબસિડી મેળવવા માટે, ગીરો મૂકેલી મિલકતોનું મૂલ્યાંકન પ્રમાણપત્ર જરૂરી હતું. એવો આક્ષેપ પણ કરાયો હતો કે નેગોસિએશન બાદ લાંચ રૂ. 30 લાખ લઈને પતાવટ કરવામાં આવી હતી.
સીબીઆઈએ ત્યારબાદ છટકું ગોઠવ્યું હતું અને રિજનલ હેડ, રત્નાકર બેંક લિમિટેડ, અમદાવાદને રૂ. 30 લાખની લાંચ માગતા અને સ્વીકારતા પકડ્યા હતા. જેના પછી, રિકવરી હેડ, રત્નાકર બેંક લિમિટેડ, પુણેની પણ ધરપકડ કરી હતી.
અમદાવાદ, પુણે, દિલ્હી સહિત પાંચ સ્થળોએ બંને આરોપીઓની ઓફિસ અને રહેણાંક જગ્યા પર સર્ચ કરવામાં આવ્યું હતું.
પકડાયેલા બંને આરોપીઓને આજે સક્ષમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1773274)
Visitor Counter : 174