સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ વિક્રમ સિંઘે એર ફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી

Posted On: 17 NOV 2021 3:07PM by PIB Ahmedabad

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંઘે 16 નવેમ્બર, 2021ના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી હતી. બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન મોહિત સિસોદિયાએ તેમનું સ્વાગત કર્યુ હતું.

એર માર્શલને વર્તમાન ઓપરેશનલ તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્ટેશનની તૈયારી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે બેઝના વિવિધ ઓપરેશનલ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યુ હતું અને રાષ્ટ્રના આકાશનું રક્ષણ કરવામાં અગ્રણી એરફોર્સ બેઝ દ્વારા અદા કરવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. બાદમાં એર માર્શલ દ્વારા એરફોર્સ સ્ટેશન, નલિયા ખાતે નવા બાંધવામાં આવેલા ઓફિસર મેસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

એર માર્શલે જટિલ ઓપરેશનલ સમસ્યાઓના સંચાલનમાં અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવવા બદલ તમામ જવાનોના સુગ્રથિત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ પાસાંઓમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા દર્શાવવાની સાથે સાથે જવાનોને હંમેશા ઊચ્ચ એરોસ્પેસ સલામતી માપદંડો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1772569) Visitor Counter : 203