નાણા મંત્રાલય
પંજાબ નેશનલ બેંકના તત્કાલિન વરિષ્ઠ મેનેજર અને અન્ય બેને બેંકને રૂ. 40 લાખ (અંદાજે)નું નુકસાન પહોંચાડવા બદલ રૂ.21,50,000/- (અંદાજે) દંડ સાથે પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી
Posted On:
15 NOV 2021 4:55PM by PIB Ahmedabad
સ્પેશિયલ જજ, સીબીઆઈ, અમદાવાદ (ગુજરાત) એ પંજાબ નેશનલ બેંક, આંબાવાડી બ્રાન્ચ, અમદાવાદ (ગુજરાત)ના તત્કાલિન વરિષ્ઠ મેનેજર દ્વારા પંજાબ નેશનલ બેંક, આંબાવાડી શાખા, અમદાવાદ (ગુજરાત)ને રૂ. 40 લાખ (અંદાજે)નું નુકસાન પહોંચાડવા અંગે શ્રી સંજીવ કમલકર ઇનામદારને પાંચ વર્ષની સાદી કેદ સાથે રૂ. 7,50,000 અને મેસર્સ જૈનલ એન્ટરપ્રાઇઝના માલિક શ્રી મયંક બચુભાઇ શાહ અને શ્રી રિકિન બચુભાઇ શાહને પાંચ વર્ષની સાદી કેદ સાથે પ્રત્યેકને રૂ.7 લાખના દંડની સજા ફટકારી છે.
સીબીઆઈએ 02.12.2004ના રોજ પંજાબ નેશનલ બેંક, આંબાવાડી શાખા, અમદાવાદ (ગુજરાત)ના તત્કાલિન ચીફ મેનેજર અને અન્યો સામે 02.12.2004ના રોજ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે પંજાબ નેશનલ બેંકના તત્કાલિન ચીફ મેનેજરે અમદાવાદ સ્થિત ખાનગી પેઢીના માલિક શ્રી મયંક બચુભાઈ શાહને અન્ય આરોપીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજોના આધારે, સ્થાવર મિલકતની ભૌતિક તપાસ/વેરિફિકેશન કર્યા વગર છેતરપિંડી કરી હતી. રૂ. 40 લાખ (અંદાજે) રોકડ હાઇપોથિકેશનની સગવડ આપી હતી, જેથી ઉપરોક્ત બેંકને રૂ. 40 લાખ (અંદાજે)નું કથિત નુકસાન થયું હતું.
તપાસ બાદ 06.10.2006ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ચીફ મેનેજર સહિત 02 આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.
ટ્રાયલ કોર્ટે ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અને કોર્ટે અન્ય બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1771993)
Visitor Counter : 129