સ્ટીલ મંત્રાલય

ભારત સરકારના માનનીય પોલાદ મંત્રી શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા મુલાકાત પર સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યુ

Posted On: 14 NOV 2021 3:52PM by PIB Ahmedabad

ભારત સરકારના માનનીય પોલાદ મંત્રી શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ખાતે જઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રસંગે મીડિયાને સંબોધિત કરતા શ્રી સિંહે કહ્યું, સરદાર પટેલે સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે અનેક કદમ ઉઠાવ્યા. ભારતના એકીકરણમાં તેમના મહાન યોગદાન માટે તેમને ભારતના લોહપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. સરકાદ પટેલનું મહાનતમ યોગદાન હતું, 562 નાના-મોટાં રજવાડાઓને ભારતીય સંઘમાં વિલીન કરીને, ભારતીય એકતાનું નિર્માણ કરવું. વિશ્વના ઈતિહાસમાં એક પણ વ્યક્તિ એવો થયો નથી કે જેમણે આટલી મોટી સંખ્યામાં રાજ્યોનું એકીકરણ કરવાનું સાહસ કર્યુ હોય. ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવાઓ (આઈ.સી.એસ)નું ભારતીયકરણ કરીને તેમને ભારતીય વહીવટી સેવાઓ (આઈ..એસ) બનાવી. અંગ્રેજોની સેવા કરનારાઓમાં વિશ્વાસ ભરીને તેમને રાજભક્તિથી દેશભક્તિ તરફ વાળ્યા. જો, સરદાર પટેલ થોડા વર્ષ વધુ જીવિત રહ્યા હોત તો સંભવતઃ અમલદારશાહીનો સંપૂર્ણપણે કાયાકલ્પ થઈ જાત. સરદાર પટેલે એક ત્રીજી અર્થવ્યવસ્થા સહકારિતાનું મોડેલ આપ્યું. એક એવું મોડેલ છે જે સમાજવાદ અને મૂડીવાદ સામે વિકલ્પ પ્રદાન કરે છે.

સરદાર પટેલની જીવનગાથા આપણા સૌના માટે અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયક છે. તેમની દૃઢ ઈચ્છાશક્તિ, રાષ્ટ્રપ્રેમ, દૂરદર્શિતા અને રાજકીય સૂઝબૂઝ તેમના અનુકરણીય વ્યક્તિત્વની ઓળખ છે. સ્મારકની સાર્થકતા ત્યારે થશે, જ્યારે આપણે સરદાર પટેલ જેવા મહાનુભવોના પદચિહ્નો પર ચાલવાનો પ્રયાસ કરીશું અને તેમના સિદ્ધાંતો અને આદર્શોને આત્મસાત કરીને પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવીશું. માનનીય મંત્રીજીએ વાત પર પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કર્યા કે લોહ અને પોલાદ ઉદ્યોગે લોહપુરૂષના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું.

દેશની મુખ્ય પોલાદ નિર્માતા કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ) દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના લગભગ 50% સ્ટીલની સપ્લાઈ કરી છે. સેલે દેશના લોહપુરૂષની યાદમાં બનનારી પ્રતિમા માટે લગભગ 24000 મેટ્રિક ટનની કુલ સ્ટીલની આવશ્યકતાના લગભગ 12000 મેટ્રિક ટન સ્ટીલની સપ્લાઈ કરી છે. પ્રતિમાને સુદ્રઢ બનાવવા અને મજબૂતી પ્રદાન કરવા માટે સેલના રિએન્ફોર્સ્ડ (સુદ્રઢ) સ્ટીલ જેમકે ટીએમટી વગેરે સાથે સેલના સ્માર્ટ સ્ટ્રક્ચરલ અને પ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર બંધની પાસે નિર્માણ પામેલ છે. બંધનું લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. બંધના નિર્માણ માટે સેલે કુલ વપરાશમાં લેવાયેલા સ્ટીલના લગભગ 85% (લગભગ 85000 મેટ્રિક ટન)ની સપ્લાઈ કરી હતી. સ્થળ ભારતીય રાજ્ય ગુજરાતના ભરૂચ નજીક નર્મદા જિલ્લામાં સ્થિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આધારશિલા 31 ઓક્ટોબર, 2013ના રોજ લોહપુરૂષ સરદાર પટેલની 138મી વર્ષગાંઠ નિમિત્તે રાખવામાં આવી હતી.

કેવડિયા-ગુજરાતનું એક અનોખું અને સૌથી ઝડપી વિકાસ પામી રહેલું પ્રવાસન સ્થળ છે. ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે, સાતપુડા અને વિધ્યાંચલ પર્વતમાળાઓ વચ્ચે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત છે. પ્રતિમા દેશને એક રાષ્ટ્ર તરીકે સંગઠિત કરવાના સરદાર પટેલના યોગદાન માટે દેશવાસીઓ તરફથી તેમના અપાયેલા સન્માનનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદા નદી અને વિશાળ સરદાર સરોવર બંધનું દ્રશ્ય છે. સડકમાર્ગે જોડાયેલું છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી-પ્લેન સેવા પણ ઉપલબ્ધ છે. કેવડિયાને દરેક વયજૂથના લોકો માટે એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. ડાઈનો ટ્રેલ, જંગલ સફારી, ફૂલોના બગીચા, બટરફ્લાય ગાર્ડન, વિશ્વ વન, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી અને સાયકલ ટ્રેક જેવા વિવિધ થીમ પાર્કોમાં આરામદાયક સુવિધાઓ અને સાહસિક સફરો સ્થળને વધુ રસપ્રદ બનાવે છે.

ગુજરાતની મુલાકાતે આવેલા માનનીય પોલાદ મંત્રી આવતીકાલે કેવડિયામાં સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં સામેલ થશે. માનનીય મંત્રી શ્રી જનજાતિય ગૌરવ દિવસ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થશે અને માનનીય રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. મંગળવારે શ્રી સિંહ માનનીય મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે અને સાબરમતી આશ્રમ અને દાંડી મ્યુઝિયમ જશે. બેઠકો દરમિયાન શ્રી સિંહ રાજ્ય સરકારને પોલાદ ઉદ્યોગ દ્વારા રાજ્યની પ્રગતિમાં યોગદાન પર ચર્ચા કરશે.

SD/GP/JD

                           



(Release ID: 1771645) Visitor Counter : 156