રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે

Posted On: 12 NOV 2021 7:51PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ મુસાફરોને સુવિધા આપવા માટે હંમેશા આગળ રહ્યું છે . મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે

મંડળ  રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વિરમગામ સેક્શન પર ટ્રેન નંબર 09459/09460 અમદાવાદ-વિરમગામ અનરિઝર્વ્ડ મેમુ ટ્રેન 1 નવેમ્બર 2021થી શરૂ  કરવામાં આવી છે

ભુજ અને બાંદ્રા ટર્મિનસની વચ્ચે ટ્રેન નંબર 09418/09417  ભુજ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 5 નવેમ્બર થી 26 નવેમ્બર 2021વચ્ચે કુલ 4 ટ્રીપ ચલાવવામાં આવી રહી છે અને અમદાવાદ થી બરૌની નીવચ્ચે 7 નવેમ્બર અને 14 નવેમ્બર 2021 ના રોજ ફેસ્ટિવલ સ્પેશિયલ ચલાવવામાં આવી રહી છે.

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધુ સંખ્યાને જોતા અમદાવાદ મંડળ  દ્વારા વધુ વેઇટિંગ લિસ્ટ નિયમિત ટ્રેનોમાં 38 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા, જેનાથી મંડળને 1 નવેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે  10 દિવસોમાં 3354280 રૂપિયાની વધારાની આવક મળી.

SD/GP/JD



(Release ID: 1771293) Visitor Counter : 116