માહિતી અને પ્રસારણ મંત્રાલય

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન


આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી સાથે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે અપાશે માહિતી અને માર્ગદર્શન

Posted On: 12 NOV 2021 6:43PM by PIB Ahmedabad

આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરી રહી છે. ત્યારે આ ઉજવણીની સાથે કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓની જાણકારી આપતાં વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે શામળાજીનાં મેળામાં. આ શબ્દો હતાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડૉ. ધીરજ કાકડિયાના.  મોડાસામાં પત્રકારોને સંબોધતાં ડૉ.કાકડિયાએ કહ્યું કે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં 15 નવેમ્બરથી શરુ થતાં શામળાજીના મેળામાં યોજનાકીય માહિતી આપવા કેન્દ્ર સરકાર એક ઇન્ફર્મેશન પેવેલિયન ઉભું કરી રહ્યું છે.  પત્રકારોને ઉદબોધતાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને રીજનલ આઉટરીચ બ્યુરોના એડીશનલ ડાયરેક્ટર જનરલશ્રી ડો.કાકડિયાએ સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન તથા જલસંરક્ષણ અભિયાન અર્થે પેવેલિયનમાં જાગરૂતતા કાર્યક્રમની સાથે આઝાદીની ચળવળ અને સ્વાતંત્ર સેનાનીઓની રસપ્રદ જાણકારી આપતાં ભવ્ય પ્રદર્શન યોજાવાની વાત કરી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો,સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે લોકોને સ્થળ પર જ સચોટ માહિતી મળી રહે તે હેતુથી આ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. 15 નવેસરથી 19 નવેમ્બર પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકસંપર્ક કાર્યક્રમમાં પ્રતિદિન વિભિન્ન કાર્યક્રમોની સાથે જિલ્લા વહીવટીતંત્રનાં વિવિધ વિભાગ તરફથી યોજનાકીય માહિતી પ્રદાન કરતાં સ્ટોલ્સની સાથે જાણકારી આપતા વક્તવ્ય સહિતના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું છે. વધુંમાં તેમણે કહ્યું કે લોકભોગ્ય અને મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓના આયોજન મારફત યોજનાકીય ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવાનો તેમજ જન જાગૃતતાનો મુખ્ય ઉદ્દેશ્ય બર લવાશે. તા.15 થી 19 નવેમ્બર દરમિયાન શામળાજી ખાતે યોજાનાર લોકસંપર્ક અભિયાનનો મહત્તમ લાભ લેવા અને લોકોને લાભ અપાવવા પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા જાહેર વિનંતી કરવામાં આવી છે.

SD/GP/JD



(Release ID: 1771267) Visitor Counter : 188