Ministry of Railways
azadi ka amrit mahotsav

અમદાવાદ મંડળે પાર્સલ લોડિંગથી 7.73 લાખ રૂપિયાની આવકનો વધારો મેળવ્યો

Posted On: 09 NOV 2021 7:02PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે તેના પાર્સલ ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ  પૂરી પાડવાની દિશામાં હંમેશા આગળ  રહ્યું છે. અમદાવાદ મંડળને 38 દિવસમાં પાર્સલ લોડિંગથી 7.73 લાખ રૂપિયાની વધારાની આવક મળેલ છે.

મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ મંડળ પર ગાંધીધામ અને ભુજ વિસ્તારમાંથી 1 ઓક્ટોબર 2021 થી 7 નવેમ્બર 2021 સુધી ટ્રેન નં 09456 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના એસએલઆર કોચ લગાવીને કુલ 147.28 ટનના 3065 પેકેજ બાંદ્રા ટર્મિનસ માટે પરિવહન કરવામાં આવ્યું જેમાં કૃત્રિમ ઘેટાં, માછલી અને કરચલાં વગેરે સામાન મોકલવામાં આવ્યા.જેનાથી મંડળને અંદાજે 7.73 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત  થઈ. પૂર્વમાં પણ અમદાવાદ મંડળમાંથી કિસાન રેલ અને પાર્સલ ટ્રેન ચલાવવામાં આવી  જેનાથી નાના વેપારીઓ અને ખેડૂતોને તેમના ઉત્પાદકોને દેશના અન્ય ભાગોમાં પહોંચાડીને નફો કરવામાં મદદ મળી છે. ભારતીય રેલ્વે દ્વારા પાર્સલ સ્પેશિયલ દ્વારા ખેડૂતોને તેમની ઉપજ મોકલવા પર 50% ની સબસીડી મૂળભૂત ભાડા પર આપવામાં આવે છે. જેથી તેઓ ઓછા ખર્ચે તેમના  ઉત્પાદનો તેમના ગંતવ્ય સ્થળ  પર મોકલી શકે.

SD/GP/JD


(Release ID: 1770365) Visitor Counter : 148