સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સુરત મહાનગરમાં "આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્ર" શરૂ કરવામાં આવ્યું
Posted On:
03 NOV 2021 5:02PM by PIB Ahmedabad
આજે (03-11-2021) સુરત મહાનગરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા "ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર" શરૂ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં દેવુસિંહ જી ચૌહાણ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી, શ્રીમતી દર્શના જરદોશ, કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રી બી.પી. સારંગી, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ, શ્રીમતી સુચિતા જોષી, પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત પ્રદેશ, બરોડા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સુરત પાસે ગ્રાહકોને પેકેજિંગ, બુકિંગ, ગ્રાહક દસ્તાવેજો તૈયાર કરવા વગેરે જેવી વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે સમર્પિત સ્ટાફ છે. ટૂંકમાં, આ સેન્ટર આંતરરાષ્ટ્રીય બુકિંગ માટે "વન સ્ટોપ વન સોલ્યુશન" તરીકે ચાલુ રહેશે.
સુરતના નાના-મોટા જ્વેલર્સ માટે વિદેશથી મળેલા જ્વેલરી ઓર્ડરની પોસ્ટ દ્વારા ડિલિવરી કરવાનું સરળ બનશે ખાનગી કુરિયર દ્વારા જ્વેલર્સને વિદેશમાં જ્વેલરીની નિકાસ કરવામાં થતો જંગી ખર્ચ ઘટશે.
SD/GP/JP
(Release ID: 1769227)
Visitor Counter : 197