સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

નડિયાદ ખાતે ખેડા પોસ્ટલ વિભાગનો સુકન્યા સમૃદ્ધિ યોજના મહા-અભિયાન સમારોહ યોજાયો

Posted On: 03 NOV 2021 2:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 10 વર્ષ સુધીની દીકરીઓ માટે પોસ્ટ દ્વારા એક સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવમાં આવી છે. આ યોજનાનું મહત્વ સામાન્ય પ્રજાને સમજાવવા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમેનો તેમજ ઓફિસરો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું, આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડા જિલ્લા સહિત રાજ્યભરમાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ યોજના હોવાથી કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે પ્રત્યક્ષ રસ લઈ આ અભિયાન આગળ વધે અને વધુમાં વધુ પરિવારની દીકરીઓ આ યોજનાનો લાભ લઇ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે હેતુથી મહા અભિયાન ચલાવવામાં આવ્યું, અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૫૧૦૦૦ બાલિકાઓના ખાતા ખોલાયા છે.

તે અંતર્ગત જે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એ પોસ્ટ મેનો એ મહા અભિયાન અંતર્ગત કરેલી પ્રશંસનીય કામગીરી બદલ તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો -કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે સુકન્યા સમૃદ્ધિ મહાઅભિયાનમાં ખેડા પોસ્ટલ વિભાગની સિદ્ધિની ઉજવણીના અવસર પર માનનીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ નડિયાદ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી.  

આ સમારોહમાં ખેડા પોસ્ટલ વિભાગના પોસ્ટ ઓફિસના સબ-પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતુ.  જેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે કન્યાઓને આવરી લેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમજ તાજેતરમાં સંપૂર્ણ સુકન્યા ગ્રામ અને સંપૂર્ણ વિમા ગ્રામનો દરજ્જો મેળવનાર ગામોના સરપંચો અને ગ્રામીણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાની પાસબુક પણ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી કન્યાઓને આપવામાં આવી હતી.

સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણે જણાવ્યું હતુ કે, આ સુકન્યા સમ્રુદ્ધી યોજના એ કલ્યાણકારી યોજના છે. ખેડા જિલ્લામાં આ યોજના હેઠળ ૫૧૦૦૦ હજાર ખાતા ખોલવામાં આવ્યા છે. અને ગુજરાતમાં પોણા આઠ લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના વિશેની માહિતી આપણે સૌ લોકો સુધી પહોંચાડીએ. જિલ્લામાં વિમા ગ્રામ યોજના હેઠળ ૧૦૫ ગામ સંપુર્ણ વિમા ગ્રામ બન્યા છે. તા.૧૦ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર સુધીમાં બાલિકાઓના ૧૩,૦૦૦ સુકન્યા સમ્રુદ્ધી ખાતા ખોલાયા છે. તેમ તેઓશ્રીએ જણાવ્યું હતુ.

સુકન્યા સમૃદ્ધિ એ એક નાની બચતની વિશિષ્ટ યોજના છે .જે ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાવોઅભિયાન હેઠળ બાળકીના શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે છે. આ યોજના હેઠળ ખાતું ૧૦ વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે ઓછામાં ઓછી ૨૫૦ રૂપિયાની પ્રારંભિક ડિપોઝિટ સાથે ખોલી શકાય છે. ઉલ્લેખનીય છે કે, જે ગામની સંપૂર્ણ પાત્રતા ધરાવતી કન્યાઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે .તે ગામને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જમા ખેડાના સમાદરા, વસોના દેવા, મહુધાના ચુણેલનો સમાવેશ થાય છે. ઉપરાંત, જે ગામમાં ગામના દરેક પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને ગ્રામીણ ટપાલ જીવન વીમા અથવા PMSBY અથવા PMJJBY યોજના હેઠળ ઓછામાં ઓછા ૧૦૦ આવા પરિવારોને આવરી લેવામાં આવે છે. તેમાં મહેમદાવાદના કચ્છાઇ જ્યારે આદર્શ ગ્રામ એટલે વધુમાં વધુ સુકન્યા ખાતા ખુલ્યા હોય કેવા ખંભાતનો સમાવેશ થાય છે. તેને સંપૂર્ણ વિમા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇશ્રી બી.પી. સારંગી, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, શ્રી સચિન કિશોર, પોસ્ટ માસ્ટર જનરલ, જોધપુર રીજિયન-રાજસ્થાન, શ્રીમતી. સુચિતા જોશી, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રીજિયન અને શ્રી અનસૂયા પ્રસાદ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ, દક્ષિણ ગુજરાત રીજિયન તથા મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1769196) Visitor Counter : 158