રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર “વિજિલન્સ અવેરનેસ વીક”નું સમાપન

Posted On: 01 NOV 2021 9:39PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશેષ રૂપે રેલવે કર્મચારીઓમાં પ્રામાણિકતા અને પારદર્શિતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા 26 ઓક્ટોબર 2021થી 01 નવેમ્બર,2021 દરમિયાન વિજિલન્સ અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજિલન્સ અવેરનેસ વીક અંતર્ગત 01 નવેમ્બર 2021ના રોજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમની કામગીરી દરમિયાન થતી ભૂલો પ્રત્યે સજાગ રહેવાનો પણ આગ્રહ કર્યો હતો.

SD/GP/JD



(Release ID: 1768692) Visitor Counter : 111