સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે અમુલ ડેરી દ્વારા પોસ્ટ ખાતાની “પર્સનલાઈઝડ કોર્પોરેટ માય સ્ટેમ્પ” બનાવડાવવામાં આવી

Posted On: 31 OCT 2021 8:12PM by PIB Ahmedabad

આજે અમુલ ડેરીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ ડેરીની શરૂઆત ૭૪ વર્ષ પહેલા ફક્ત બે ગ્રામીણ સહકારી મંડળી અને ૨૪૭ લીટર દૂધથી થઇ હતી જે આજે ૧.૮ લાખ મંડળીઓ અને ૧.૬ કરોડ દૂધ ઉત્પાદકોનો પરિવાર છે. આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જે ગુજરાતમાં લગભગ ૨૨ લાખ દૂધ ઉત્પાદકોની સંયુક્ત માલિકી ધરાવે છે જે સહકારી સંસ્થાની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમુલ ડેરી એ ફક્ત શ્વેત ક્રાંતિનું જ નહિ પણ આત્મનિર્ભરતાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અમૂલ ડેરીએ ભારતને વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદકોમાંનું એક બનાવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવતા અમુલ ડેરી દ્વારા પોસ્ટ ખાતાની પર્સનલાઈઝડ કોર્પોરેટ માય સ્ટેમ્પબનાવડાવવામાં આવી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, અમુલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહ પરમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગમાં અમુલ ડેરીના ૭૫ વર્ષની ઉજવણીની સાથે સાથે ૧૦૦ કરોડ લોકોના રસીકરણની ઉપલબ્ધિને પણ આવરી લેવામાં આવી. આજે સૌ કોઈ જાણે છે કે ગત વર્ષે covid-19 થી પૂરું વિશ્વ સ્થગિત થઇ ગયું હતું. આ મહામારીએ જે નુકસાન કર્યું તે અકલ્પનીય અને અભૂતપૂર્વ હતું. આ સમયે જયારે વિશ્વ આ મુશ્કેલીમાંથી ઉભરવાની કોશિશ કરતુ હતું ત્યારે ભારતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના સક્ષમ અને સફળ નેતૃત્વ હેઠળ આ મહામારીની સામે રસીકરણનું અભિયાન છેડી દીધું. જેના ફળ સ્વરૂપે ભારતે ઐતિહાસિક મુકામ હાસલ કર્યો છે. ભારતીય વિજ્ઞાન, ફ્રન્ટલાઈન વર્કર અને ૧૩૦ કરોડ લોકોના સંયુક્ત પ્રયાસના ફળ સ્વરૂપ ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ સંપન્ન થઇ ચુક્યું છે. જે ભારતના સામર્થ્ય નું પ્રતિક છે. આ સિદ્ધિને અવિસ્મરણીય બનાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક સ્પેશિયલ કવરનું પણ વિમોચન કરવામાં આવ્યું.

SD/GP/JD



(Release ID: 1768241) Visitor Counter : 202