સંસ્કૃતિ મંત્રાલય

કચ્છના માંડવી ખાતે એક ભારત-શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને આઝાદીનો અમૃત મહોત્સવનો બે દિવસીય ફોટો પ્રદર્શનનો કાર્યક્રમ ટાગોર રંગભવન ખાતે યોજાયો

Posted On: 31 OCT 2021 9:21AM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત એક ભારત-શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને આઝાદીનો અમૃત મહોત્સવના બે દિવસીય ફોટો પ્રદર્શનનો કાર્યક્રમ ટાગોર રંગભવન ખાતે યોજાયો હતો.

પ્રથમ દિવસે સ્વચ્છ ભારત અભિયાન, એક ભારત-શ્રેષ્ઠ ભારત અંતર્ગત સવારે 9.00 કલાકે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મ સ્થળેથી પ્રચાર-પ્રસાર રેલીને માંડવી નગરપાલિકાના અધ્યક્ષા હેતલબેન સોનેજીએ લીલીઝંડી લહેરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જે સૂત્રોચ્ચાર કરતા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ ટાગોર રંગભવન ખાતે પહોંચી હતી. આ રેલીસમાં એન.સી.સી., એન.એસ.એસ., જાગૃત કરાટે એકેડમીના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ જોડાયા હતા. ટાગોર રંગભવન ખાતે ફોટો પ્રદર્શન કેન્દ્રને મહેમાનોના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ફોટો પ્રદર્શન કાર્યક્રમ શહેરની પ્રાથમિક/માધ્યમિક તેમજ કોલેજના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ અને નગરજનોએ નિહાળ્યો હતો. સંકલિત બાળ વિકાસ યોજના કચેરીની બહેનોએ પોષણ માસ, પોષણ અભિયાન, આઝાદી અમૃતોત્સવ, બેટી બચાવો-બેટી પઢાઓના ચિત્ર દોરી રંગોથી સજાવવામાં આવ્યા હતા અને બહેનો માટે રસોઈ શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શેઠ એસ. વી. કોલેજના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ માટે એક ભારત-શ્રેષ્ઠ ભારત અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ ઉપરાંત શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર, હિંમતનગરના યુવા કલાકારો જયદીપ ગઢવી, રાજેન્દ્ર રબારી, ગોપાલ પ્રજાપતિ જયપાલ ચૌહાણ, રાજેન્દ્રપુરી ગોસ્વામી દ્વારા તમામ શાળાઓમાં તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છ ભારત, પાણી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત નાટક રજૂ કર્યા હતા.

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા 0થી 5 વર્ષના બાળકોનાં આધારકાર્ડ બનાવવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસ કચેરી તરફથી આરોગ્યલક્ષી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોવિડ-19 અંતર્ગત રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મામલતદાર કચેરી તરફથી યુવા મતદાર નોંધણી કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં યુવા મતદારોએ મતદારયાદીમાં નામ નોંધણી કરવા હક દાવા રજૂ કર્યા હતા.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમને સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આર્યસમાજ ભુજના મહંત પ્રદિપ્તાનંદ, ઠાકોર નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ, શેઠ એસ. વી. કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારડ, શેઠ ખી. રા. કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી ભરતભાઈ વેદ, સારસ્વતમ સંસ્થાના મુલેશભાઈ દોશી, ડો. કૌશિક શાહ સહિતના નાગરિકોએ મુલાકાત લીધી હતી.

આ અવસરે માંડવીના મામલતદાર નવીનચંદ્ર મારૂ, મુખ્ય અધિકારી સાગર રાડિયા, ફિલ્ડ પબ્લિસિટી ઓફિસર કમલભાઈ મહેશ્વરી, મતદારયાદીના નાયબ મામલતદાર ટી.એસ. વ્યાસ, કારોબારી ચેરપર્સન જીજ્ઞાબેન હોદાર, નગરસેવકો પારસ માલમ, જયશ્રીબેન વાસાણી, પદ્માબેન ફુફલ, નિમેષ દવે, હેડક્લાર્ક કાનજી શિરોખા, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, ચેતન જોષી, ડો. કૈલાશપતિ પાસવાન સહિતના કર્મચારીઓ બે દિવસ આ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા.

SD/GP/JD



(Release ID: 1768012) Visitor Counter : 231