સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ખેડા પોસ્ટલ ડિવિઝન દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના મહાઅભિયાન સમારોહ યોજાયો


આજના સમયે ગરીબો અને સામાન્ય જનતાને જેના ઉપર વિશ્વાસ છે અને દેશના ખૂણા-ખૂણા સુધી જે સેવા પૂરી પાડે છે એવો એક માત્ર પોસ્ટ વિભાગ છેઃ શ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 29 OCT 2021 8:27PM by PIB Ahmedabad

આજે ખેડા પોસ્ટલ ડિવિઝન દ્વારા યોગીભાવન, સ્વામીનારાયણ મંદિર, વાણીયાવાડ, નડિયાદ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજનાના મહાઅભિયાન અન્વયે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેડા વિસ્તારના સાંસદ તેમજ ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી દેવુસિંહ ચૌહાણના નિર્દેશાનુસાર ખેડા ડિવિઝન ખાતે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાનું એક મહાઅભિયાન તા.૦૧.૧૦.૨૦૨૧થી ચલાવવામાં આવ્યું. જેમાં વધુમાં વધુ બાળકીઓ સુધી આ યોજનાનો લાભ પહોચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા અને ૧૩૦૦૦ થી પણ વધુ સુકન્યા ખાતા ખોલવામાં આવ્યા. આ સાથે ખેડા ડિવિઝન ખાતે સુકન્યા ખાતાની સંખ્યા ૫૧૦૦૦થી પણ વધુ થઇ. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભારતભરમાં ૨,૨૪,૦૦,૦૦૦થી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવામાં આવ્યા છે જે પૈકી ગુજરાત રાજ્યમાં ૭,૭૬,૦૦૦ ખાતા ખોલવામાં આવ્યા છે. આમ ખેડા ડિવિઝનનું યોગદાન સરાહનીય છે. ખેડા ડિવિઝનના ૩૦૪ ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધ ગ્રામ તરીકે ઘોષિત કરવામાં આવ્યા. સદર મહાઅભિયાનની સાથે સાથે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું દેશના દરેક પરિવારમાં વિવિધ વીમા યોજનાનો લાભ પહોચાડવાના સ્વપ્નને અનુસરીને ખેડા ડિવિઝન દ્વારા સરકારની વિવિધ વીમા યોજનાનો લાભ ગામડાના છેવાડા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે અન્વયે ૧૦૫ ગામોને સંપૂર્ણ વીમા ગ્રામ પણ ઘોષિત કરવામાં આવ્યા. આ મહાભિયાનમાં ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર ગામોના સરપંચ અને બ્રાંચ પોસ્ટમાસ્તર નું સન્માન કરવામાં આવ્યું.

શ્રી દેવુસિંહ ચૌહાણએ આ સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યું કે આજના સમયે ગરીબો અને સામાન્ય જનતાને જેના ઉપર વિશ્વાસ છે અને દેશના ખૂણા-ખૂણા સુધી જે સેવા પૂરી પાડે છે એવો એક માત્ર વિભાગ એ પોસ્ટ ખાતું છે. માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સરકારી વિભાગોમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ થાય તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે અનુસંધાને પોસ્ટ વિભાગમાં પણ ઘણી બધી નવીન ટેકનોલોજીનો અમલ કરવામાં આવ્યો છે અને આ પ્રકારના પરિવર્તનો સતત થતા રહે તવી અપેક્ષા કરવામાં આવે છે.

.આ સમારોહમાં તદુપરાંત અન્ય મહાનુભાવો જેવા કે શ્રી પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય-નડિયાદ, શ્રી બી.પી.સારંગી, ચીફ પોસ્ટમાસ્તર જનરલ-ગુજરાત સર્કલ, શ્રી સચિન કિશોર, પોસ્ટમાસ્તર જનરલ, જોધપુર રીજીયન-રાજસ્થાન, શ્રીમતી સુચિતા જોશી, પોસ્ટમાસ્તર જનરલ, દક્ષિણ ગુજરાત રીજીયન-વડોદરા, શ્રી અનસુયા પ્રસાદ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ, દક્ષિણ ગુજરાત રીજીયન-વડોદરા અને ખેડા પોસ્ટલ ડિવિઝન ના અધિક્ષક એવા શ્રી એચ.સી.પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 



(Release ID: 1767699) Visitor Counter : 157