કાયદો અને ન્યાય મંત્રાલય

અમદાવાદમાં એલ.જે. સ્કૂલ ઓફ લો દ્વારા લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો


ગરીબીને કારણે કોઈ કેસ ના લડી શકે એવું ના થાય એ અમારી પ્રાથમિકતા રહેશે : શ્રી કિરણ રીજીજુ

Posted On: 28 OCT 2021 5:41PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ એટલે કે નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી (NALSA), સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી દ્વારા 02-10-2021થી 14-11-2021 સુધી એટલે કે સતત 44 દિવસ સુધી પાન ઈન્ડીયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન ચાલી રહ્યુ છે અને જેના અનુસંધાનમાં વિવિધ કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા એલ. જે. સ્કુલ ઓફ લોમાં લો સ્ટુડન્ટ માટે એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રીજીજુ ઉપસ્થિત રહયા હતા.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ભારતના રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે 02-10-2021ના રોજ નાલ્સા દ્વારા પાન ઇન્ડીયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે અમે નિશ્ચિત કર્યું છે કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં અને સરકારની સહાયથી દેશભરમાં ફ્રી લીગલ અવેરનેસ ચલાવવામાં આવશે. ગરીબીને કારણે કોઈ કેસ ના લડી શકે એવું ના થાય એ પ્રાથમિકતા રહેશે. ગુજરાતના સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માધ્યમથી સરસ કામ ચાલી રહ્યું છે. દેશના ન્યાયલયઓમાં ખાલી જગ્યાઓ મામલે તેમણે કહ્યું કે ન્યાયાલયમાં 101 જજીસની એપોઇન્ટમેન્ટ 25 તારીખમાં પૂર્ણ કર્યા છે. વર્ષના અંત સુધીમાં રેકોર્ડ એપોઇન્ટમેન્ટ પૂર્ણ કરીશું.

તેમણે કહ્યું હતું કે NALSA અને DSLA, અમદાવાદ સાથે સંકલનમાં લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવા બદલ હું અમદાવાદની એલ. જે. યુનિવર્સિટીની લોક જાગૃતિ (LJ) સ્કૂલ ઑફ લૉની પ્રશંસા કરું છું. સમગ્ર રાજયમાં કેમ્પેઈન ખુબજ સરસ ચાલી રહ્યું છે. તેમણે ભારત સરકાર દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌથી મોટા લોકશાહી દેશની આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણી મોટા પાયા પર કરવી જ જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું કે ભારત દેશના સમગ્ર વિસ્તારમાં દરેકે દરેક જિલ્લામાં અને નાનામાં નાના ગામડાઓમાં પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.

કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત હાઈકોર્ટના પબ્લીક પ્રોસીકયુટર શ્રી મીતેષ અમીન તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળના સભ્ય સવિચ મહે. શ્રી આર. એ. ત્રિવેદી સાહેબએ મુખ્યત્વે પોકસો એકટ તથા મફત કાનૂની સહાય વિશે માહિતી આપી હતી. પબ્લીક પ્રોસીકયુટર શ્રી મીતેષ અમીન દ્વારા મુખ્યત્વે પોકસો એકટમાં રહેલી જોગવાઈઓ તથા આવા ગુન્હાઓ થતા કેવી રીતે અટકાવી શકાય અને બહેનો અને બાળકીઓમાં જાગૃતિ ફેલાવીને આવા ગુનાઓ રોકી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના સભ્ય સવિચ મહે. શ્રી આર. એ. ત્રિવેદી સાહેબ દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મળી શકે અને કોને મળી શકે અને લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ, 1989ની જોગવાઈઓ વિષે માહિતી આપવામાં આવી હતી અને લોના વિદ્યાર્થીઓને નાલ્સા દ્વારા ચાલી રહેલા પાન ઈન્ડીયા અવેરનેસ અને આઉટરીચ કાર્યક્રમમાં જોડાવવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં એલ. જે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી શમીમ પીરઝાદા તથા એલ. જે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી દીનેશ અવસ્થી તથા એલ. જે. યુનિવર્સીટીના ઉપ-પ્રમુખ શ્રી મનીષ શાહ તથા એલ. જે. સ્કુલ ઓફ લોના ઇન્ચાર્જ ડાયરેકટર ચૈતાલી જાની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય)ના સચિવ શ્રી એચ.જે.વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.  



(Release ID: 1767247) Visitor Counter : 295