રેલવે મંત્રાલય

માનનીય સાંસદ શ્રી મનસુખ વસાવા દ્વારા ભરૂચ સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ તથા નવા સ્મારક રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ

Posted On: 28 OCT 2021 4:14PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવ ના વડોદરા વિભાગના ભરૂચ રેલવે સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજ નુ લોકાર્પણ ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખ વસાવા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ તથા ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા અને ડીઆરયૂસીસી મેમ્બર શ્રી જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય મહાનુભવો, નાગરીકો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ડો. જિનિયા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે વડોદરાની બાજુ સ્થિત આ ફુટ ઓવર બ્રિજ પ્લેટફોર્મ એક, બે અને ત્રણ તથા ચાર અને પાંચને પશ્ચિમ વિસ્તારને રેમ્પની સુવિધા સાથે જોડે છે. જેને પરિભ્રમણ સાથે પૂર્વ વિસ્તાર સુધી લંબાવવામાં આવ્યો છે. જેના થી મુસાફરો સ્ટેશનના કોઇપણ પ્લેટફોર્મ પરથી સીધા જ પૂર્વ ઝોનના ફરતા વિસ્તારમાં પહોચી શકે છે.

આ ફુટ ઓવર બ્રિજ પર રેલવે દ્વારા ૧.૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થી વિસ્તારીકરણ કરવામાં આવ્યો છે. તે ૨૮.૬૦ મીટર લાબો અને ૩ મીટર પહોળો છે. માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહી પરંતુ વિકલાંગ લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે.

ભરૂચ સ્ટેશન ના પશ્ચિમ છેડે અને ફરતા વિસ્તારમાં સ્મારક ધ્વજ (મોન્યુમેન્ટ નેશનલ ફલેગ) સ્થાપિત કરવામાં આવ્યો છે. જે રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે તેમજ રેલવે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રોત્સાહન આપશે.

હાલમાં, ભારતીય રેલવે સ્ટેશનો પર અત્યાર સુધીમાં ૧૦૦ સ્મારક રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં તેને વડોદરા વિભાગના ૧૧ સ્ટેશનો પર સ્થાપિત કરવાનું આયોજન છે. જેમાથી વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નડિયાદ, ગોધરા, કેવડિયા, ચાપાનેર રોડ, ડેરોલ, ભરૂચ, ડાકોર તથા અલીરાજપુરમાંથી આ આઠમો સ્મારક રાષ્ટ્રધ્વજ છે જે ભરૂચમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તે ૧૦૦ ફુટની ઊંચાઇએ છે અને રાષ્ટ્રધ્વજ ૩૦ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો હશે. આના પર લગભગ રૂ।. ૧૦ લાખ ખાર્ચ આવ્યો છે.



(Release ID: 1767201) Visitor Counter : 152