સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 28 OCT 2021 11:40AM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 11.11.2021 ને ગુરુવારના રોજ 11-૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજીલન્સ ઓફિસર), કંપ્લેઇન્ટ સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 08.11.2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉંપર લેવામાં આવશે નહિ.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1767107) Visitor Counter : 159