રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

હઝરત નિઝામુદ્દીન - અર્નાકુલમ દુરંતો સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના થર્ડ એસી અને સ્લીપર કોચ હશે

પોસ્ટેડ ઓન: 25 OCT 2021 7:38PM by PIB Ahmedabad

ટ્રેન નંબર 02283/02284 (મૂળ નંબર 12283/12284) હઝરત નિઝામુદ્દીન - અર્નાકુલમ દુરંતો સુપરફાસ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી 23 ઓક્ટોબર 2021થી 16 એપ્રિલ 2022 સુધી  અને અર્નાકુલમ થી 26 મી ઑક્ટોબર થી 19 એપ્રિલ 2022 સુધી, આગામી છ મહિના માટે એક થર્ડ એસી અને બે સ્લીપર ક્લાસ કોચ અસ્થાયી રૂપે ઉમેરવામાં આવી રહ્યા છે. આ કોચના ઉમેરા સાથે, આ સમયગાળા દરમિયાન આ ટ્રેનમાં કુલ 19 કોચ હશે.

સ્પેશિયલ ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે આ વિશેષ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1766398) મુલાકાતી સંખ્યા : 180