મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દાદરા નગર હવેલીની મુલાકાત લીધી


Posted On: 25 OCT 2021 7:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દાદરા નગર હવેલીની મુલાકાત લીધી હતી. તેમણે દાદરા નગર હવેલીમાં મહિલા કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. શ્રીમતી ઈરાનીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10 મહિનામાં જ 100 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. 


મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દાદરા નગર હવેલીમાં મહિલા કાર્યકતાઓના સંમેલન સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ 10 મહિનામાં 100 કરોડ લોકોને કોરોનાની રસી આપી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દાદરા નગર હવેલીની મુલાકાત ઉપર હતી. મહિલાઓ સાથેના સંમેલનમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ગરીબ મહિલા પહેલા ખુલ્લામાં શૌચક્રિયા માટે જતી હતી અને  2014માં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા 10 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યાં છે. કોરોના જેવી મહામારીના સમય ગરીબ લોકોને રાશન આપવામાં આવ્યુ છે. 80 કરોડ નાગરિકોને 14 માહિના સુધી રાશન આપવામા આવ્યું છે. કેન્દ્રની સરકાર અનેક કામો કરી રહી છે. 20 કરોડ મહિલાઓનું બેન્કમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને 30 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

SD/GP/JD



(Release ID: 1766389) Visitor Counter : 160