સંસ્કૃતિ મંત્રાલય

રાષ્ટ્રીય એક્તા દિવસ: તમિલનાડુ પોલીસની બાઇક રેલી સુરત આવી પહોંચી


કન્યાકુમારીથી નીકળેલી આ બાઇક રેલી રવિવારે કેવડિયા પહોંચશે

Posted On: 23 OCT 2021 8:53PM by PIB Ahmedabad

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડીયામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. એક્તા દિવસના ભાગરૂપે કન્યાકુમારી (તમિલનાડુ)થી કેવડીયા (ગુજરાત) સુધીની તમિલનાડુ પોલીસની બાઇક રેલી એના અંતિમ ચરણમાં આજે સાંજે સુરત આવી પહોંચી હતી. સુરત પોલીસ દ્વારા આ રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુ પોલીસના 43 જવાનો ( 25 ચાલકો અને 16 સપોર્ટિંગ સ્ટાફ) આર્મ્ડ પોલીસ, ચેન્નાઇના અધિક એસપી શ્રી ડી. કુમારના નેતૃત્વમાં સુરત રાત્રિ રોકાણ કરીને રવિવારે સવારે એમના અંતિમ પડાવ કેવડીયા જવાના રવાના થશે. ત્યાં તેઓ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં સામેલ થશે. આ સાથે આ બાઇક રેલીએ આજે 9મા દિવસે કુલ 1930 કિમીનું અંતર કાપી લીધું છે. શ્રી ડી. કુમારે જણાવ્યું કે આ બાઇક રેલીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ગુજરાતમાં કરાયેલા ઉષ્માભર્યા સ્વાગતથી ટુકડીએ આભાર વ્યક્ત કર્યો છે.

 

સુરતમાં એસીપી શ્રી જે કે પંડ્યાની આગેવાનીમાં બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે આ પરાક્રમને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 



(Release ID: 1766015) Visitor Counter : 143