સંસ્કૃતિ મંત્રાલય

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છથી કેવડીયા સુધી ભવ્ય રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું નડિયાદમાં આગમન

Posted On: 23 OCT 2021 6:09PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છથી કેવડીયા સુધી ભવ્ય રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત લખપત પશ્ચિમ કચ્છથી કેવડિયા નર્મદા સુધી બાઈક રેલી યોજાઈ રહી છે. લખપતથી શરૂ થયેલી બાઇક રેલીમાં ગુજરાત પોલીસના જવાનો બાઇકો સાથે જોડાયા હતા. જે લખપત કચ્છથી રસ્તામાં આવતા અનેક જગ્યા ઉપર તેઓનું સ્વાગત થયું હતું. આજ રોજ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના વડા મથક અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદ આવી પહોંચી હતી.

આ અગાઉ નડિયાદ નજીક આવેલ ડભાણ ગામ પાસે બાઇક રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર કે એલ બચાણી, પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિ, નડિયાદ મામલતદાર શ્રી રાઠોડ, ખેડા જિલ્લાના ઇન્ચાર્જ એસપી અર્પિતા પટેલ, ડીવાયએસપી- જી. એસ.શયાન, તથા કે.પી. પટેલ, એલસીબી પીઆઈ એમ. ડી. પટેલ, રુરલ પીઆઈ એન આર વાઘેલા, નડિયાદ ટાઉન પીઆઇ સી જી રાઠોડ સહિત તમામ પોલીસ અધિકારીઓએ તથા નાની બાળાઓ અને બહેનોએ કુમકુમ તિલક કરી રેલીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ પણ રેલીમાં સામેલ ગુજરાત પોલીસનું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ રેલી નડિયાદ શહેર તરફ આગળ વધતા સરદાર ભવન, સ્ટેશન ચાર રસ્તા ,સંતરામ મંદિર પાસે વિવિધ જગ્યાઓએથી પસાર થઇ હતી. સરદાર સાહેબની પ્રતિમા તથા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને સુતરની આટી ચડાવી હતી. રસ્તામાં રેલીને ઠેરઠેર આમ પ્રજાએ પણ સ્વાગત કર્યું હતું. રેલી દેસાઇ વગા વિસ્તારમાં આવેલ સરદાર પટેલના જન્મસ્થળે પહોંચી હતી અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આટી ચડાવી હતી, ત્યારબાદ સરદાર સાહેબના જન્મ સ્થળે જઇ નમન કરી સુતરની આટી ચડાવી હતી.

આ પ્રસંગે ખેડા જિલ્લા ઇએસપી અર્પિતા પટેલે પોતાને ધન્યતા અને ગર્વ અનુભવતા જણાવ્યું કે, લોહ પુરુષ સરદાર પટેલના જન્મદિન નિમિત્તે આવેલી રેલીના સનમાનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અને ગુજરાત પોલીસ દ્વારા દાંડીરુટ પ્રમાણે નીકળેલી ગુજરાત પોલીસની બાઈક રેલી નડિયાદ આવી પહોંચી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર પટેલના જન્મસ્થળે આવેલ પોલીસ જવાનો ભાવુક બન્યા હતા. ત્યાંથી બાઇક રેલી કરમસદ અને આણંદ જવા રવાના થઈ હતી.



(Release ID: 1765984) Visitor Counter : 133