રેલવે મંત્રાલય

રાજકોટ રેલવે ડિવિઝનની શાનદાર ઉપલબ્ધિ: માત્ર 17 દિવસોમાં લોડિંગ થી મેળવ્યું 100 કરોડનું રાજસ્વ

Posted On: 22 OCT 2021 6:54PM by PIB Ahmedabad

રાજકોટ ડિવિઝનએ 1 એપ્રિલ, 2021 થી 20 ઓક્ટોબર, 2021 સુધીના સમયગાળામાં માલ લોડિંગમાં રૂ. 1001.87 કરોડનું ફ્રેટ રાજસ્વ મેળવીને સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આમાં છેલ્લા 100 કરોડ મેળવવાનો અંતર માત્ર 17 દિવસમાં પ્રાપ્ત કરવામાં આવ્યું જે વર્તમાન નાણાંકીય વર્ષમાં સૌથી વધુ ઝડપી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ અનુસાર ઉપરોક્ત દર્શાવેલ સમયગાળામાં રાજકોટ ડિવિઝન દ્વારા માલગાડી ના 2234 રેકમાં 57.93 લાખ મેટ્રિક ટન માલ સામાનનું લોડિંગ કરવામાં આવ્યું જેના ફળસ્વરૂપે રૂ. 1001.87 કરોડનુ રાજસ્વ મેળવવામાં આવ્યું જે પાછલા વર્ષના આ સમયગાળા ની રૂ. 803.20 કરોડની સરખામણીમાં 24.73% વધારે છે. રાજકોટ ડિવિઝનથી લોડિંગ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં મીઠું, ઇન્ડસ્ટ્રિયલ મીઠું, કન્ટેનર, ફર્ટિલાઈઝર, સિમેન્ટ, કોલસો, કેમિકલ્સ, પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ, હાઈસ્પીડ ડીઝલ વગેરે સામેલ છે. વર્તમાન નાણાંકિય વર્ષમાં રાજકોટ ગુડ્સ શેડ થી કપાસની ગાંસડીઓ, ચણા અને ઘઉં જેવી નવી વસ્તુઓનું પણ લોડિંગ કરવામાં આવ્યું છે. જેના પરિણામે રૂ. 1.22 કરોડ નું રાજસ્વ પ્રાપ્ત થયું છે. આની સાથે જ કેટલાક નવા ગંતવ્યો માટે માલગાડીના 317 રેક ના પરિચાલન થી રૂ. 130.07 કરોડનું રાજસ્વ પ્રાપ્ત થયું છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈનના માર્ગદર્શન માં બીડીયૂ (બિઝનેસ ડેવલપમેન્ટ યૂનિટ) ના અથાક પ્રયાસો ને લીધે ઉપરોક્ત સમયગાળા દરમ્યાન સ્થાનિક વેપારીઓ સાથે વાણિજ્યિક વિભાગના અધિકારીઓ અને ઈન્સપેક્ટરો દ્વારા 100 થી વધુ બેઠકો આયોજીત કરવામાં આવી છે જેના ફળસ્વરૂપે રાજકોટ ડિવિઝન દ્વારા આ શાનદાર ઉપલબ્ધિ હાંસલ કરી શકાઈ છે.



(Release ID: 1765912) Visitor Counter : 119