યુવા બાબતો અને રમત મંત્રાલય

નહેરુ યુવા કેન્દ્ર અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા અમદાવાદમાં સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 22 OCT 2021 5:12PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ ના થાય તે હેતુથી સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન આજે 22/10/2021 ને શુક્રવારના રોજ અમદાવાદના વાડજ ખાતે રીવરફ્રન્ટ દશામાં મંદિર સામે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદના 100 જેટલા યુવાનો એ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અને પોતાનું ગામ તેમજ તાલુકાને સ્વચ્છ રાખવાના શપથ લીધા તેમજ રીવર ફ્રન્ટ અને તેની આજુબાજુની જગ્યાએથી પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં જયપુર પશ્ચિમી ક્ષેત્રના નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ક્ષેત્રીય નિયામક શ્રી ભુવનેશ જૈન, ગાંધીનગર નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિયામક શ્રીમતી મનીષાબેન શાહ, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી સરિતા દલાલ, ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ મેમ્બર શ્રી પંકજ શુક્લ ખાસ ઉપસ્થિત રહી યુવાનોને આપણું ગામ, આપણો તાલુકો-જીલ્લો અને રાષ્ટ્રને ગંદકી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું.

શ્રી મહેશ રાઠવા, જીલ્લા યુવા અધિકારી, શ્રી ગૌતમ પરમાર, કાર્યક્રમ સુપરવાઈઝર, શ્રી કિરણ કડીકર, શ્રી જીગર ગોહિલ વગેરેની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



(Release ID: 1765765) Visitor Counter : 166