રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે દ્વારા પસંદગીની ટ્રેનોમાં કેટલાક રિઝર્વ્ડ કોચને અનરિઝર્વ્ડ કરવામાં આવશે.
Posted On:
21 OCT 2021 5:51PM by PIB Ahmedabad
યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ કેટલીક પસંદગીની ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સીટિંગ ના કેટલાક રિઝર્વ્ડ કોચને અનરિઝર્વ્ડ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આ કોચમાં અનરિઝર્વ્ડ યાત્રી યાત્રા કરી શકશે. આ ફેરફાર 25 ઓક્ટોબર, 2021 થી લાગૂ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી પ્રેસ જાહેરાત અનુસાર, રેલવે આ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ કોચના યાત્રિઓના માર્ગદર્શન માટે સ્ટેશનો પર પૂરતા કર્મચારીઓ મૂકશે. આ વિશેષ ટ્રેનોની વિગતો અનરિઝર્વ્ડ ના રૂપે ચલાવવામાં આવનારા કોચની સંખ્યાની સાથે નીચે મુજબ છે :-
1. ટ્રેન નં. 09011/09012 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
2. ટ્રેન નં. 02935/02936 બાંદ્રા ટર્મિનસ-સૂરત સુપરફાસ્ટ સ્પેશિયલમાં 5 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
3. ટ્રેન નં. 09135/09136 વલસાડ-અમદાવાદ સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
4. ટ્રેન નં. 09137/09138 દહાણુ રોડ-વડોદરા સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
5. ટ્રેન નં. 09129/09130 વલસાડ-વડોદરા સ્પેશિયલમાં 5 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
6. ટ્રેન નં. 09519/0520 ભાવનગર ટર્મિનસ-ઓખા સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
7. ટ્રેન નં. 09339 દાહોદ-ભોપાલ સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
8. ટ્રેન નં. 09323 ડૉ. આમ્બેડર નગર-ભોપાલ સ્પેશિયલમાં 7 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
9. ટ્રેન નં. 02959/02960 વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલમાં 5 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
10. ટ્રેન નં. 09419/09420 અમદાવાદ-સોમનાથ સ્પેશિયલમાં 6 સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓથી બોર્ડિંગ, યાત્રા દરમ્યાન અને ગંતવ્ય પર પહોંચવા પર કોવિડ-19 થી સંબંધીત તમામ માર્ગદર્શન તેમજ એસઓપીનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવે છે.
(Release ID: 1765525)
Visitor Counter : 113