વહાણવટા મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસની મુલાકાત માટે ગુજરાત આવી પહોંચ્યા
મંત્રી શ્રી 18, 19 અને 20 ઓક્ટોબર એમ ત્રણ દિવસ દરમિયાન કચ્છ જિલ્લાના કંડલા, તુણા અને માંડવી બંદરની મુલાકાત લેશે
Posted On:
18 OCT 2021 5:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દેશના મહાબંદર દિન દયાળ પોર્ટ કંડલા (ગુજરાત)ની મુલાકાતે આજે આવી પહોંચ્યા હતા. એ સમયે એરપોર્ટ ઉપર સાંસદ વિનોદ ચાવડા અને પોર્ટ ચેરમેન એસ.કે. મહેતાએ તેમને આવકાર્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ ૧૮, ૧૯ અને ૨૦ ઓક્ટોબર એમ ત્રણ દિવસના રોકાણ દરમ્યાન કચ્છ જિલ્લાના કંડલા, તુણા અને માંડવી બંદરની મુલાકાત લેશે.
મંત્રી શ્રી આજે સાંજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળશે અને ત્યારબાદ પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજશે. જ્યારે ૧૯મીએ સવારે ૧૦.૩૦ કલાકે દિનદયાળ પોર્ટની ઓઈલ હેન્ડલીંગની ક્ષમતા વધારવા અર્થે પાઈપલાઇન નેટવર્કિંગના કામનું તથા ઓઈલ જેટી નં.૮ ખાતે વિકાસના બાંધકામનું તથા કાર્ગો જેટીમાં સ્ટોરેજ ડોમ અને પાર્કિંગ પ્લાઝાના વિકાસનું ખાતમૂહૂર્ત કરશે. ૧૧.૨૫ કલાકે પ્રેસ મીડીયાને બ્રીફ કરશે. જ્યારે ૧૧.૫૫ કલાકે બંદર પરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ ૧૩.૧૫ કલાકે કાર્ગો જેટી નં.૧૬ની મુલાકાત લેશે, તેના પછી તેઓ ૧૪.૧૫ કલાકે કંડલા ખાતે VTMS સુવિધાનું નિરીક્ષણ કરશે. ૧૫.૪૦ કલાકે મીઠાના અગર ખાતે અગરિયાઓની મીઠું પકવવાની સુવિધાઓ નિહાળશે. ૧૬.૧૦ કલાકે તુણા બંદર પર વિવિધ સુવિધાનું નિરીક્ષણ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલ ૨૦મી ઓક્ટોબરે સવારે ૧૧.૩૦ કલાકે માંડવી મુકામે રાવલપીર લાઇટહાઉસનું ઉદઘાટન કરી ૧૨ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લેશે.
SD/GP/JD
(Release ID: 1764711)
Visitor Counter : 207