રેલવે મંત્રાલય

ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી દરરોજ દોડશે


સંપૂર્ણ રીતે અનઆરક્ષિત રહેશે આ ટ્રેન

Posted On: 16 OCT 2021 9:50PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખતાં તા.18 ઓક્ટોબર થી ગોધરા- વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામ્ં આવશે.
વડોદરા ડિવિઝન ના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદિપ શર્માં એ જણાવ્યું હતું કે ટ્રેન નં. 09282 (મૂળ ટ્રેન 69118) ગોધરા-વડોદરા અનરિઝર્વ મેમુ સ્પેશિયલ તા.18 ઓક્ટોબર થી દરરોજ 17.55 કલાકે ગોધરાથી ઉપડીને 19.35 કલાકે વડોદરા પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન ખરસાલિયા,ડેરોલ,ચાંપાનેર રોડ જં., સમલાયા જં., પિલોલ અને છાયાપુરી સ્ટેશનો પર રોકાશે.



(Release ID: 1764444) Visitor Counter : 106