ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
IITGNના ફેકલ્ટીને ભારતીય સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સના વિકાસમાં યોગદાન બદલ પ્રશંસા કાર્ડથી નવાજવામાં આવ્યા
ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) એ IITGNના ડૉ મનિષ કુમારને ભારતીય સેનામાં અનુકરણીય યોગદાન અને સેવાઓની માન્યતારૂપે આ પ્રશંસા કાર્ડ એનાયત કર્યું
આ કાર્ય IITGN ખાતે પીએચડી સ્કોલર અને IIEC, IITGN દ્વારા ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શ્રી શશાંક શેખરના પીએચડી થીસીસનો એક ભાગ હતું
Posted On:
14 OCT 2021 2:13PM by PIB Ahmedabad
ગાંધીનગર: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) માટે ગૌરવપૂર્ણ ક્ષણમાં, સંસ્થાના સિવિલ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર ડૉ મનિષ કુમારને ભારતીય સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સના વિકાસમાં નેતૃત્વ અને માર્ગદર્શન આપવા બદલ પ્રશંસા કાર્ડ (છાતી પર પહેરવાનો બેજ)થી સન્માનિત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ જયસિંહ નૈન, AVSM, SM, ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) એ તેમને ભારતીય સૈન્યમાં તેમના અનુકરણીય યોગદાન અને સેવાઓની માન્યતારૂપે આ પ્રશંસા કાર્ડ એનાયત કર્યું છે.
આ કાર્ય IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગમાં પીએચડી સ્કોલર અને આઇઆઇટી ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર (IIEC)માં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શ્રી શશાંક શેખરના પીએચડી થીસીસનો એક ભાગ હતો. ભારતીય સૈન્યના કર્નલ નવલ જોશી અને IITGNના મિકેનિકલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા MiCoBની ટીમના સભ્યો શ્રી ઋષભ માથુર અને ડો અંકિતા સિંહાએ પણ આ સંરક્ષણ માળખાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ સન્માન પ્રાપ્ત કરવા અંગે પોતાના વિચારો શેર કરતાં, ડૉ મનિષ કુમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સિવિલ એન્જિનિયરિંગ, IITGN,એ કહ્યું, “હું આ સન્માનથી ખૂબ જ ધન્યતા અનુભવું છું. IITGN ખાતે અમારા બધા માટે એ ખરેખર ખૂબ જ સંતોષકારક છે કે અમે ભારતીય સેનામાં કોઈક રીતે યોગદાન આપી શક્યા. 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેકનોલોજી ભવિષ્યલક્ષી વિવિધ ઉપયોગો માટે કામ કરવાની અપાર સંભાવના ધરાવે છે. આ સન્માન સાથે, અમે નવીન ઉકેલો વિકસાવવા માટે વધુ સંકલ્પબધ્ધ અનુભવીએ છીએ જે રાષ્ટ્રની સેવા કરી શકે.”
આ નોંધપાત્ર સિદ્ધિ વિશે વાત કરતા, IITGNમાં સિવિલ એન્જિનિયરિંગમાં પીએચડી સ્કોલર અને MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શ્રી શશાંક શેખરે જણાવ્યું કે, “ભારતીય સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સનો વિકાસ MiCoB માટે એક મોટું પગલું હતું. આ પ્રોજેક્ટ અમારા 3D પ્રિન્ટેડ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ અને કાર્યને દર્શાવે છે. અમે આ કાર્યનો ભાગ બનીને આનંદિત છીએ અને વિવિધ સ્તરે ઉપયોગ માટે સલામત, આર્થિક, અનુકૂળ અને ઝડપી બાંધકામ ઉકેલો પૂરા પાડવા માટે આતુર છીએ.”
SD/GP/JD
(Release ID: 1763860)
Visitor Counter : 223