રેલવે મંત્રાલય
અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ અને યશવંતપુર જતી ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે
Posted On:
12 OCT 2021 9:35PM by PIB Ahmedabad
સેન્ટ્રલ રેલવેના સોલાપુર ડિવિઝનના ભલાવની અને વાશિંબે સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે અમદાવાદ - ચેન્નઈ સેન્ટ્રલ અને અમદાવાદ - યશવંતપુર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- તા.23 ઓક્ટોબર 2021 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 09054 અમદાવાદ - ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ વાયા સુરત, જલગાંવ, ભુસાવલ, વર્ધા, બલ્લારશાહ, સિકંદરાબાદ અને રાયચુર થઈને દોડશે.
- તા. 22 ઓક્ટોબર 2021 ના રોજ ચેન્નઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 09053 ચેન્નઈસેન્ટ્રલ-અમદાવાદ વાયા રાયચુર, સિકંદરાબાદ, બલ્લારશાહ, વર્ધા, ભુસાવલ, જલગાંવ અને સુરત થઈને દોડશે.
- તા. 18 અને 25 ઓક્ટોબર 2021 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 09220 અમદાવાદ - ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ વાયા સુરત, જલગાંવ, ભુસાવલ, વર્ધા, બલ્લારશાહ, સિકંદરાબાદ અને રાયચુર થઈને દોડશે.
- તા.20 અને 27 ઓક્ટોબર 2021 ના રોજ ચેન્નઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 09219 ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ વાયા રાયચુર, સિકંદરાબાદ , બલ્લારશાહ, વર્ધા,ભુસાવલ, જલગાંવ અને સુરત થઈને દોડશે.
- તા.19 અને 26 ઓક્ટોબર 2021 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 06501અમદાવાદ - યશવંતપુર સ્પેશિયલ વાયા જલગાંવ,વર્ધા, બલ્લારશાહ, સિકંદરાબાદ અને રાયચુર થઈને દોડશે.
- તા.17 અને 24 ઓક્ટોબર 2021 ના રોજ યશવંતપુરથી ઉપડતી ટ્રેન નંબર 06502 યશવંતપુર-અમદાવાદ વાયા રાયચુર, સિકંદરાબાદ , બલ્લારશાહ, વર્ધા અને જલગાંવ થઈને દોડશે.
SD/GP/JD
(Release ID: 1763386)
Visitor Counter : 149