રેલવે મંત્રાલય

રાજકોટ ડિવિઝન ખાતે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

Posted On: 12 OCT 2021 9:25PM by PIB Ahmedabad

ડિવિઝનલ ઓફિસ, રાજકોટ ખાતે યોજાયેલી બેઠકમાં હાજર સભ્યો અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને વરિષ્ઠ ડીસીએમ શ્રીઅભિનવ
જેફ નવા ચૂંટાયેલા ZRUCC સભ્ય શ્રી પાર્થિવકુમાર ગણાત્રાને અભિનંદન આપી રહ્યા છે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં, સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલકુમાર જૈને ડિવિઝનની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે માનનીય સભ્યોને વિગતવાર માહિતી આપી હતી.
સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અભિનવ જેફે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું.આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોમાંથી ક્ષેત્રિય ઉપભોક્તા સલાહકાર સમિતિ માટે પાર્થિવકુમાર ગણાત્રાનું ચયન કરવામાં આવેલ જેઓ ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ તરફથી નામાંકિત છે.શ્રી જૈને નવા ZRUCC સભ્યની પસંદગી માટે શ્રી ગણાત્રાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.આ દરમિયાન, સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધાઓ આપવા માટે પોતાના સૂચનો આપ્યા હતાં.ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલકુમાર જૈને તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

 

આ બેઠકમાં માનનીય સભ્યોમાં શ્રી રાજીવ કે દોશી, શ્રી પાર્થિવ કુમાર ગણાત્રા, શ્રીમતી રમાબેન આર. માવાણી, શ્રીમતી માધવી એચ.શાહ, શ્રી ચંદુલાલ એમ.બારાઈ, શ્રી નિલેશ એમ.જેતપરિયા, શ્રી હરદેવસિંહ બી.જાડેજા, શ્રી સુરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ,શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, શ્રી કિરીટભાઈ ત્રિવેદી, શ્રી શૈલેષભાઈ અજાણી, શ્રી મુકેશભાઈ દસાણી, શ્રીમતી નિશાબેન કંજારીયા, શ્રી રાજુભાઈ વ્યાસ, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શ્રી મનીષભાઈ ચંગેલા, શ્રી હિરેનભાઈ જોશી, શ્રી તપનભાઈ દવે , શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, શ્રીમતી દર્શનાબેન પુજારા, શ્રી જયેશ શુક્લ અને શ્રી રવિ સનાડા ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર શ્રી અસલમ શેખ અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1763383) Visitor Counter : 106