રેલવે મંત્રાલય

ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ ફેસ્ટિવલ સ્પેશિયલ વિશેષ ટ્રેનોની આવર્તન વધારી 11 ઓક્ટોબરથી ટિકિટનું બુકિંગ

Posted On: 10 OCT 2021 6:05PM by PIB Ahmedabad

મુસાફરોની સુવિધા માટે રેલવે ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ ના વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોના રાઉન્ડ ને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર: 06337/06338 ઓખા - એર્નાકુલમ જંકશન (દ્વિ -સાપ્તાહિક) વિશેષ

ટ્રેન નં. 06337 ઓખા-એર્નાકુલમ જંકશન સ્પેશિયલ ટ્રેનની આવર્તન વધારવામાં આવી છે. હવે ટ્રેન 13 નવેમ્બર, 2021 થી 31 જાન્યુઆરી, 2022 સુધી દર સોમવાર અને શનિવારે ચલાવવામાં આવશે. રીતે, ટ્રેન નંબર 06338 એર્નાકુલમ જંન - ઓખા સ્પેશિયલ ટ્રેનની સફર લંબાવવામાં આવી છે. હવે ટ્રેન 10 નવેમ્બર, 2021 થી 28 જાન્યુઆરી, 2022 સુધી દર શુક્રવાર અને બુધવારે ચાલશે.

2. ટ્રેન નંબર 06734/06733 ઓખા - રામેશ્વરમ (સાપ્તાહિક) વિશેષ

ટ્રેન નં. 06734 ઓખા - રામેશ્વરમ સ્પેશિયલ ટ્રેન લંબાવવામાં આવી છે. હવે ટ્રેન દર મંગળવારે 16 નવેમ્બર, 2021 થી 1 ફેબ્રુઆરી, 2022 સુધી ચલાવવામાં આવશે. રીતે ટ્રેન નંબર 06733 રામેશ્વરમ-ઓખા સ્પેશિયલ ટ્રેનની શ્રેણીઓ વિસ્તૃત કરવામાં આવી છે. હવે ટ્રેન 12 નવેમ્બર, 2021 થી 28 જાન્યુઆરી 2022 સુધી દર શુક્રવારે ચાલશે.

ટ્રેન નંબર 06337 અને 06734 ના વિસ્તૃત રાઉન્ડમાં ટિકિટ બુકિંગ 11 ઓક્ટોબર, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટરો  અને આઈઆરસીટીસીની  વેબસાઈટ પરશરૂ  થશે . ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે વિશેષ ટ્રેનોના સ્ટોપેજ અંગે વિગતવાર સમય જાણવા માટે યાત્રી www.enquiry.indianrail.gov.in લાકાત લઈ શકો છો ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને મુસાફરી કરવાની છૂટ હોવી જોઈએ.

પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

SD/GP/JD



(Release ID: 1762724) Visitor Counter : 159