રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

માનનીય રેલ મંત્રીએ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહેલા કાર્યો અને રેલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું


રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી

Posted On: 04 OCT 2021 7:39PM by PIB Ahmedabad

ભારત સરકારના માનનીય રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તથા  રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું.

અમદાવાદ મંડળના રેલ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે શ્રી વૈષ્ણવે 3 ઓક્ટોબર, 2021ના ​​રોજ ફાલના થી વાપી  સુધી મુસાફરી કરી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના  ચાલી રહેલા કર્યો અને અજમેર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ મંડળોમાં ચાલી રહેલા રેલવેના વિકાસ કાર્યો /પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું.

તેમણે પાલનપુર થી વાપીની મધ્યમાં પશ્ચિમ રેલવેના  મહાપ્રબંધક શ્રી આલોક કંસલની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કાર્યો/રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. માનનીય મંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે પણ ચર્ચા કરી અને ક્ષેત્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે પ્રોજેક્ટ્સને સમય પર પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ પર ભાર મુક્યો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1760888) Visitor Counter : 190