સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Posted On: 04 OCT 2021 2:07PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેરી વિભાગ, અમદાવાદ-380 009ની કચેરી ખાતે તા. 22-10-2021ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અ સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) આકાશવાણી ઓફિસની પાછળ, ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-38 009ને મોકલવી જેથી નિયત તારીખ 15-10-2021 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં.

ફરિયા વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1760740) Visitor Counter : 196