રેલવે મંત્રાલય

યાત્રી સેવા સમિતિ દ્વારા અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર, વડનગર અને મહેસાણા રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ

Posted On: 02 OCT 2021 10:29PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે યાત્રી સેવા સમિતિ, રેલવે બોર્ડ ન્યૂ દિલ્હીના અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર રત્ન અને માનનીય સભ્યો દ્વારા તારીખ 02 ઓક્ટોબર 2021 ના રોજ અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિ નિમિત્તે યાત્રી સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રત્ન અને સમિતિના અન્ય સભ્યો દ્વારા રાષ્ટ્રપિતાના વિચારો અને સિદ્ધાંતો સાથે સામાન્ય જનતાને જોડવા માટે આજે અમદાવાદ સ્ટેશન પર મહાત્મા ગાંધીની પ્રતિમાને માળા પહેરાવવામાં આવી. મહાત્મા ગાંધીની પ્રતિકૃતિ (replica) બનેલ બાળકના મહાત્મા ગાંધીજી પ્રત્યેના વિચારોથી સૌ પ્રભાવિત થઈ ગયા હતાં.

માનનીય શ્રી રત્ન દ્વારા અમદાવાદ સ્ટેશન પર મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માનનીય સભ્યો સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન અને અન્ય અધિકારીઓ દ્વારા અમદાવાદ સ્ટેશન પર યાત્રી સુવિધાઓ જેવી કે એક્ઝિક્યુટિવ લોન્જ, એક્ઝિક્યુટિવ લોન્જ કિચન, વેઇટિંગ રૂમ, ફૂડ સ્ટોલ્સ, મેડિકલ એન્ડ મલ્ટિપર્પઝ સ્ટોર, પાણીના નળ સહિત અન્ય યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉપલબ્ધ તમામ યાત્રી સુવિધાઓ પ્રત્યે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મંડળ પર 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2021 સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મંડળની તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પર્યાવરણનું રક્ષણ કરવા અને જાગૃતિ ફેલાવવા માટે લગભગ 5000 છોડનું વિતરણ સામાન્ય જનતાને કરવામાં આવ્યું હતું, પ્રસંગે શ્રી રત્ન માનનીય અધ્યક્ષ, યાત્રી સેવા સમિતિ દ્વારા ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું હતું કે, સ્વચ્છતા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ તથા તેઓ દ્વારા ઉપસ્થિતિ સર્વને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ સાબરમતી સ્ટેશન પર પણ યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

યાત્રી સેવા સમિતિ અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર રત્નના નિર્દેશનમાં સમિતિના સભ્યો દ્વારા તારીખ 30 સપ્ટોમ્બરના રોજ વિશ્વસ્તરીય ગાંધીનગર કેપિટલ સ્ટેશનનું રેલવે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કેપિટલ સ્ટેશનને એક સુખદ અનુભવ માટે આધુનિક એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવેલ છેભૂ-ભાગ વાળા ક્ષેત્રથી ઘેરાયેલા અલગ એન્ટ્રી અને એક્ઝીટ છે. 300 થી વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. એક આંતર - ધાર્મિક પ્રાર્થના હોલ, એલઈડી વોલ ડિસ્પ્લે લોન્જ સાથે એક આર્ટ ગેલેરી, બેબી ફીડિંગ રૂમ, સેન્ટ્રલાઈઝ્ડ એસી વેઈટિંગ રૂમ, પૂરતી જગ્યા સાથેની ટિકિટ સુવિધા સાથે ડબલ હાઈટ એન્ટ્રી લોબી વગેરે સુવિધાઓ છે. દિવ્યાંગ ફ્રેન્ડલી સ્ટેશન બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે, માટે એક ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ, ડેડિકેટેડ પાર્કિંગ જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્કૃષ્ટ કાર્ય માટે ગાંધીનગર સ્ટેશનને યાત્રી સેવા સમિતિ દ્વારા ₹ 10 હજારનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.

યાત્રી સેવા સમિતિ દ્વારા તારીખ 01 ઓકટોબર 2021 ના રોજ વડનગર અને મહેસાણા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ દરમિયાન સમિતિના અધ્યક્ષ શ્રી રત્ન દ્વારા અન્ય સભ્યો સાથે વડનગર અને મહેસાણા સ્ટેશનની યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દરમિયાન કેટરિંગ સ્ટોલ પર જનતા ભોજનની ગુણવત્તા પર પ્રસન્નતા વ્યક્ત કરતા રેલવે દ્વારા યાત્રી સુવિધા હેઠળ થઈ રહેલા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે તેમણે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ બેન્ચ મુકવાની વાત પર ભાર મૂક્યો હતો અને ફૂડ પ્લાઝા સહિત તમામ સ્ટોલનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. અને ઉત્કૃષ્ટ કાર્ય માટે મહેસાણા અને વડનગર સ્ટેશનોને યાત્રી સેવા સમિતિ દ્વારા ₹ 10- 10 હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નિરીક્ષણ દરમિયાન યાત્રી સેવા સમિતિના અઘ્યક્ષ શ્રી રત્ન સાથે માનનીય સભ્યો શ્રીમતી બબીતા પરમાર, શ્રી કિશોર શાનબાગ, શ્રી યતિન્દ્ર સિંહ, શ્રી સંજીવ નારાયણ દેસાઈ, ડો.ગુલાબ સિંહ કટારિયા, મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર ગુપ્તા, વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહવ્યવસ્થા પ્રબંધક શ્રી ફેડરિક પેરિયત, વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી જીતેન્દ્ર કુમાર જયન્ત, સહાયક મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ ત્રિપાઠી, સહાયક મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી ગૌરવ જૈન સહિત અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1760496) Visitor Counter : 139