સંરક્ષણ મંત્રાલય
એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો
Posted On:
30 SEP 2021 7:58PM by PIB Ahmedabad
એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી PVSM AVSM VM ADC એ આજે એર હેડકવાર્ટર્સ (વાયુભવન) ખાતે યોજાયેલા વિધિવત કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફ એર સ્ટાફ (CAS) તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી, CAS ડિસેમ્બર 82માં IAFની ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત થયા હતા. તેઓ બહુવિધ એરક્રાફ્ટ અને ટ્રેઇનર એરક્રાફ્ટમાં 3800 કલાક કરતાં વધારે સમયનો ઉડાનનો અનુભવ ધરાવે છે.
ચાર દાયકાની પોતાની કારકિર્દી દરમિયાન, CASએ સંખ્યાબંધ મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિયુક્તિની જવાબદારી સંભાળી છે. તેમણે મિગ-29 સ્ક્વૉડ્રન, બે એરફોર્સ સ્ટેશન અને પશ્ચિમી એર કમાન્ડનું સંચાલન કાર્ય સંભાળ્યું છે. તેમની નિયુક્તિઓમાં નાયબ ચીફ ઓફ એર સ્ટાફ, પૂર્વીય એર કમાન્ડના હેડકવાર્ટર ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર, આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ ઓપરેશન્સ (એર ડિફેન્સ), આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પર્સનલ ઓફિસર્સ), એરફોર્સ એકેડેમીમાં નાયબ કમાન્ડન્ટ અને ચીફ ઓફ એર સ્ટાફના એર આસિસ્ટન્ટ તરીકેની નિયુક્તિ પણ સામેલ છે.

તેઓ કેટ 'A' ક્વૉલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે, તેમણે ફ્લાઇંગ તાલીમ સ્થાપત્યોમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી છે અને તેઓ એરફોર્સ પરીક્ષક પણ રહી ચુક્યા છે. તેઓ સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમના અગ્રણી સભ્ય હતા. તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે સેવા આપી છે. તેમણે ઝામ્બિયામાં DSSC ખાતે ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે પણ સેવા આપી છે. વર્તમાન નિયુક્તિ પહેલાં, તેઓ એર સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા.
CAS એ પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), વાયુ સેના મેડલ (VM) અને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે માનદ ADC સન્માન પ્રાપ્ત કર્યું છે.
2
IAFને સંબોધન કરતી વખતે, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ ભારતીય વાયુસેનાનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી પ્રાપ્ત થવાથી ખૂબ સન્માન અને વિશેષાધિકાર પ્રાપ્ત થવાની લાગણી અનુભવી રહ્યાં છે. તમામ વાયુ યોદ્ધાઓ, નોન કોમ્બેન્ટ્સ (નોંધાયેલા), DSC કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવતા CASએ તેમને સોંપવામાં આવેલા તમામ કાર્યો પૂરા કરવાની તેમની ક્ષમતામાં પૂર્ણ ભરોસો અને વિશ્વાસ વ્યક્ત કર્યા હતા અને હંમેશા IAFની પરિચાલન ક્ષમતાઓ જાળવીને સંપૂર્ણ સમર્પણ સાથે તેઓ કામ કરવા માટે સંકલ્પબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કમાન્ડરો અને કર્મીઓએ ધ્યાન આપવાની બાબતોનો ખાસ ઉલ્લેખ કરીને CASએ જણાવ્યું હતું કે, “આપણા દેશના સાર્વભૌમત્વ અને અખંડિતાનું રક્ષણ કોઇપણ ભોગે કરવામાં આવે તે સુનિશ્ચિત થવું જરૂરી છે.” તેમણે ઉમેર્યું હતું કે, નવા સામેલ કરવામાં આવેલા પ્લેટફોર્મ, શસ્ત્રો અને ઉપકરણો સાથે વર્તમાન અસ્કયામતો દ્વારા પરિચાલન ક્ષમતામાં વધારો અને પરિચાલનની સમાન ભાવનાને અંતર્ગથન કરવાનું કાર્ય પ્રાથમિકતાનું ક્ષેત્ર રહેશે. તેમણે નવી ટેકનોલોજીના હસ્તાંતરણ, સ્વદેશીકરણને પ્રોત્સાહન અને આવિષ્કાર, સાઇબર સુરક્ષાની મજબૂતી, ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે તાલીમની પદ્ધતિઓને ઝડપથી અપનાવવી અને માનવ સંસાધનોને પોષવા માટે ટકાઉક્ષમ કાર્ય અંગે વાત કરી હતી. CASએ તમામને "હંમેશા 'વાયુ યોદ્ધા'ના સિદ્ધાંતો અને ભરોસાને જાળવી રાખવા અને કોઇપણ કાર્યમાં IAFના મુલ્યવાન અસ્કયામત તરીકે રહેવા” માટે અનુરોધ કર્યો હતો.
SD/GP/JD
(Release ID: 1759755)
Visitor Counter : 139