સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન્ચ કરીને પોસ્ટ વિભાગના મુગટ પર વધુ એક પાંખનો ઉમેરો કર્યો
Posted On:
29 SEP 2021 5:27PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 1, 2018ના રોજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન્ચ કરીને પોસ્ટ વિભાગના મુગટ પર વધુ એક પાંખનો ઉમેરો કર્યો છે. ભારતમાં સામાન્ય માણસ માટે સૌથી વધુ સુલભ, સસ્તું અને વિશ્વસનીય બેંક બનાવવાની દ્રષ્ટિ સાથે બેંકની સ્થાપના કરવામાં આવી છે. IPPBનો મૂળભૂત હેતુ, 1,55,000 પોસ્ટ ઓફિસ (ગ્રામ્ય વિસ્તારોમાં 1,35,000) અને 3,00,000 પોસ્ટલ કર્મચારીઓનો સમાવેશ કરીને જ્યાં પણ બેન્કની સેવાઓ ઉપલબ્ધ ના હોય તે વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી અને બેન્કની સેવાઓ પ્રાપ્ત કરવામાં થતાં અવરોધોને દૂર કરીને દેશના દરેક ખૂણા સુધી પહોંચવાનો છે.
પોસ્ટ વિભાગની સેવો જેમ કે રિકરિંગ ખાતા, બચત ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં ડિપોઝિટ અને રિકરિંગ ખાતા સામે લોનની સુવિધા વગેરે સેવાઓ IPPB દ્વારા સરળતાથી મેળવી શકાય છે. વિવિધ પ્રકારનાં બિલ જેવા કે બળતણ, ગેસ, વીજળી, પાણીનું બિલ, વીમા પ્રીમિયમનું ભૂગતાન તથા મોબાઈલ, DTH અને ફાસ્ટેગનું રિચાર્જ પણ IPPB દ્વારા કરી શકાય છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવા અને બદલવા માટે એક સેવા શરૂ કરી છે. જેનો ઉપયોગ તમારા દ્વાર / ઘર આંગણે સ્માર્ટ ફોન અને બાયોમેટ્રિક ઉપકરણોથી સજ્જ પોસ્ટમેન / ગ્રામીણ ડાક સેવકો કરી શકે છે. આ સુવિધા UIDAI દ્વારા વિકસિત ચાઈલ્ડ એનરોલમેન્ટ લાઈટ ક્લાઈન્ટ (CELC) એપ્લિકેશનનો એક ભાગ છે. આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરીને, સરકારી પીડીએસ / ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના હેઠળ રેશન મેળવવું, નવા મોબાઈલ સિમ જોડાણો માટે કેવાયસી, ઓનલાઈન ડેમોગ્રાફિક વિગતો અપડેટ કરવી, આરટીઓ સેવાઓ ACCESS કરવી, ડ્રાઈવિંગ લાયસન્સ, આવકવેરા રિટર્નની ચકાસણી, ઈપીએફઓ સેવાઓ વિશેની માહિતી અને બીજી ઘણી બધી વિવિધ સેવાઓનો લાભ લઈ શકાય છે.
”આપકા બેંક, આપકે દ્વાર”
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1759321)
Visitor Counter : 238