રેલવે મંત્રાલય
રેલવે રાજ્ય મંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી
Posted On:
28 SEP 2021 4:51PM by PIB Ahmedabad
રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોષે આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી હતી.. બંને નેતાઓએ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રેલવે વિભાગોનું વિદ્યુતીકરણ, પહેલેથી જ હાલની રેલવે લાઇનબમણી કરવી, સ્ટેશન પુનર્વિકાસ યોજનાઓ અને રેલવે લાઇનના નવા પ્રોજેક્ટ્સ સામેલ હતા. આ પ્રસંગે ઉત્તર રેલવેના જનરલ મેનેજર શ્રી આશુતોષ ગંગલ, મુરાદાબાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અજય નંદન અને ઉત્તર રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અંગે વિસ્તૃત માહિતી આપતાં બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં રેલવેની હાજરી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હિમાલયની આ ભૂમિ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલ જોડાણ લોકોની મુસાફરીને વધુ સલામત, વધુ સસ્તી અને આરામદાયક બનાવશે. આ ઇકોલોજિકલ રીતે સંવેદનશીલ વિસ્તાર માટે રેલવે તમામ સિઝનમાં ઉપલબ્ધ ઇકો-ફ્રેન્ડલી મોડેલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાબિત થશે. આનાથી આ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને લોકોને રોજગાર, માર્કેટિંગ અને વ્યવસાયિક તકો મળશે.
ચારધામ પ્રોજેક્ટ
ઉદ્દેશો: ઉત્તરાખંડ રાજ્યમાં રેલ માર્ગ દ્વારા ચાર મુખ્ય ધામો, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવું.
વર્તમાન સ્થિતિ:
1. રિકોનિસન્સ એન્જિનિયરિંગ સર્વે હાથ ધરીને અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
2. પ્રોજેક્ટની શક્યતાનો અભ્યાસ કરવા માટે સૂચિત રેલવે લાઇન માટે અંતિમ સ્થાન સર્વેક્ષણ ચાલી રહ્યું છે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ
પ્રોજેક્ટના સંદર્ભમાં:
* ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની નવી બ્રોડગેજ રેલવે લાઇન ઉત્તરાખંડ રાજ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ છે.
* ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે રેલ જોડાણ પ્રદાન કરવાનો ઉદ્દેશ ઉત્તરાખંડ રાજ્યમાં તીર્થ કેન્દ્રોસુધી સરળ પ્રવેશ, નવા વેપાર કેન્દ્રોને જોડવા, પછાત વિસ્તારોવિકસાવવા અને આ વિસ્તારમાં રહેતી વસ્તીને સરળ બનાવવાનો છે.
* આ રેલ લિંકથી મુસાફરીનો સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
* આ રેલ લિંક રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, કુટિર ઉદ્યોગ, અર્થતંત્રને વેગ આપવા અને પર્યટનની સંભાવનામાટે તકો પ્રદાન કરશે.
* આ સૂચિત રેલવે લાઇન દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા મહત્વપૂર્ણ શહેરોને દહેરાદૂન, તેહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્ર પ્રયાગ અને ચમોલી જિલ્લાઓ મારફતે જોડશે
(Release ID: 1758967)
Visitor Counter : 119