સંરક્ષણ મંત્રાલય

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત જવાનો દ્વારા સાયક્લોથોન


બીએસએફના 100 જવાનોની 100 સાયકલો સાથે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જમ્મુથી શરૂ કરીને દાંડી સુધી 1993 કિલોમીટરની સફર

Posted On: 28 SEP 2021 4:17PM by PIB Ahmedabad

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની ૭૫મી વર્ષગાંઠે, સમગ્ર ભારત દેશ મળેલી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને નહેરુ યુવા કેન્દ્ર,  વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રન તથા અલગ-અલગ પ્રકારની સ્પર્ધાઓ યોજી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે બોર્ડર સિક્યુરીટી ફોર્સ બીએસએફના 100 જવાનો પણ 100 સાયકલો સાથે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જમ્મુથી શરૂ કરીને દાંડી સુધીની 1993 કિલોમીટરની સફર સાયકલોથોન અંતર્ગત કરી રહ્યા છે.

આ સફર દરમિયાન ભારત દેશના વિવિધ પ્રાંતોની બોર્ડર પરથી પસાર થઈ રહ્યા છે. આ સાયકલોથોન જે પ્રાંતમાંથી પસાર થઈ,  તેઓ એ પ્રાંતની બોર્ડર પરથી સંદેશ આપતા બીજા પ્રાંતમાં જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલ" એક ભારત શ્રેષ્ઠ ભારત," " ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા" તેમજ ફિટનેસ માટેનું એક સૂત્ર" હમ ફિટ તો ઇન્ડિયા ફિટ", સૂત્ર હેઠળ દેશના દેશવાસીઓમાં ફિટનેસની જાગૃતિ લાવવા બીએસએફના 100 સાઇકલસવારો ગુજરાત રાજ્યમાં પ્રવેશ પછી, સરદાર સાહેબની જન્મભૂમિ નજીક નડિયાદ હાઇવે પરથી પસાર થતા ઉપરોક્ત સંદેશો આમ જનતાને આપ્યો હતો.

અત્યાર સુધીની યાત્રા સફળ રહી હોવાનું પણ ડેપ્યુટી કમાન્ડરને ઓફિસરે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે જમ્મુથી 15 ઓગસ્ટથી શરૂ કરેલ, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલોથોન યાત્રા ૨૦ ઓક્ટોબરે દાંડી ખાતે પૂરી કરશે. કુલ ૪૯ દિવસની સાયકલોથોન યાત્રા 1993 કિલોમીટરની યાત્રા પૂરી કરશે. બીએસએફના ડેપ્યુટી કમાન્ડર સ્વરજીત સિંઘે આ યાત્રા અન્વયે માહિતી આપી હતી. યાત્રા આગળ વધતાં વધતાં સાયકલસવાર બીએસએફના જવાનો ભારત માતા કી જય, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સાથે ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758954) Visitor Counter : 267