રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવ્યું સ્વચ્છતા પખવાડા અંતર્ગત “સ્વચ્છ પેન્ટ્રી કાર્સ/કેન્ટીનસ” અભિયાન

Posted On: 27 SEP 2021 5:30PM by PIB Ahmedabad

મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન હેઠળ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા અભિયાન નિરંતર ચાલી રહ્યું છે. આ ક્રમમાં 27 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સ્વચ્છતા પખવાડા અંતર્ગત “સ્વચ્છ પેન્ટ્રી કાર્સ/કેન્ટીનસ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, સ્વચ્છતા પખવાડા દરમિયાન મંડળના વિવિધ સ્ટેશનો પર કેન્ટીન, બેઝ કિચન, ફૂડ સ્ટોલ અને પેન્ટ્રી કારની સઘન સફાઈ કરવામાં આવી હતી. નિયુક્ત સ્ટેશનો પર પેન્ટ્રી સ્ટાફ દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને સ્થિર કેટરિંગ યુનિટસ, મોબાઈલ (ચલ) કેટરિંગ યુનિટસ, રેસ્ટોરન્ટ્સ, પેન્ટ્રી કાર, ફૂડ સ્ટોલ અને અન્ય કેટરિંગ સેવાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ખોરાકની તૈયારી માટે ઉપયોગમાં લેવાતા કાચા માલના છૂટક નમૂના લઈને ખોરાકની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને પેન્ટ્રી કારમાં સૂકા, ભીના અને અલગ પ્લાસ્ટિકના કચરાના ડબ્બાની જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

મંડળ રેલ પ્રબંધક શ્રી જૈન દ્વારા તમામ ફૂડ સ્ટોલસ પર નળમાંથી પાણીના લીકેજને અટકાવવા/રિપેર કરવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.



(Release ID: 1758621) Visitor Counter : 130