કાયદો અને ન્યાય મંત્રાલય
ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ લૉ ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ
જ્યુડિશિયરી-લેજિસ્લેચર-એકઝીક્યુટિવ ત્રણેય ક્ષેત્રો રાષ્ટ્રહિત-દેશહિત માટે સદૈવ કર્તવ્યરત છે: કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ
જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ટેકનોલોજીના ઉપયોગથી ‘‘ઈઝ ઓફ ગેટિંગ જસ્ટિસ સાથે જસ્ટિસ એટ ડોર સ્ટેપ’’ ની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ
Posted On:
26 SEP 2021 5:21PM by PIB Ahmedabad
ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ લૉ ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી શ્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કાયદામંત્રી શ્રી કિરણ રિજિજુએ આ નવનિર્મિત સ્કુલનો પ્રારંભ કરાવ્યો હતો.
આધુનિક ટેકનોલોજીની મદદથી થતા ગુનાઓના સંદર્ભમાં નવા નિયમોનું નિર્ધારણ અને તેનું પાલન પણ ચોકસાઈપૂર્વક થવું જ જોઈએ તેમ જણાવતા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજુએ કહ્યું કે ફોરેન્સિક ન્યાય અંગે જ્ઞાન આપવામાં અને ફોરેન્સિક ન્યાય સંબંધિત કાયદા નિષ્ણાતોના નિર્માણમાં આ નવનિર્મિત સ્કૂલ મહત્વનું યોગદાન આપશે. ઘણીવાર કેટલાક ચુકાદાઓમાં પુરાવાના સંદર્ભમાં ટેકનોલોજીના અભાવે વિલંબ થતો હોય છે.
શ્રી રિજિજુએ કહ્યું હતું, આ સ્કૂલના નિર્માણથી ડિજિટલ ફોરેન્સિક અને સાયબર બનાવોને અટકાવવામાં એક મજબૂત સિસ્ટમ ઉભી થશે પરિણામે ન્યાયિક પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનશે આમ ઇઝ ઓફ ગેટિંગ જસ્ટિસની સંકલ્પના સાકાર થશે.
આ યુનિવર્સિટી પાસે રહેલા દીર્ઘ વિઝનને હું જાણું છું તેમ જણાવી શ્રી રિજિજુએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને જરૂરી એવી તમામ સહાય ઝડપથી પૂરી પડાશે.
કેન્દ્રીય કાયદામંત્રીએ દેશના અન્યો રાજ્યોને પણ આ ફોરેન્સીક યુનિવર્સિટીની સત્વરે મુલાકાત લેવાનું જણાવતા કહ્યું કે, ન્યુ ઈન્ડિયાની ન્યાયિક પ્રક્રિયાને વધુ ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવામાં આ સ્કૂલ મહત્વનો ફાળો આપશે.
મંત્રીશ્રી રિજિજુએ કહ્યું કે જ્યુડિશીયરી, લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ ત્રણેય ક્ષેત્રો રાષ્ટ્ર હિત માટે હંમેશા કાર્યરત છે. ન્યાયતંત્ર જે સલાહ સૂચન આપે છે તેની અમારે અમલવારી કરવાની હોય છે. આ અમલવારી સત્વરે થાય એ પણ જરૂરી છે ત્યારે આ યુનિવર્સિટી મદદરૂપ સાબિત થશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્કુલ ઓફ લો – ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ ટેકનો લિગલ એક્સપર્ટ એવા ટેકનોલોજીથી સુસજ્જ નિષ્ણાતોનું માનવબળ દેશને પુરું પાડશે. વર્તમાન સમયમાં ગુનાના પ્રકારો બદલાયા છે ત્યારે ટેકનોલોજીના સમન્વયથી સાંપ્રત પડકારો ઝીલી લઇ ફોરેન્સીક સાયન્સ એન્ડ જસ્ટિસની મદદથી પૂરાવાઓ અદાલતોમાં રજૂ કરવામાં સરળતા થશે.
આ અવસરે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત વડી અદાલના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી જસ્ટિસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ, ન્યાયવિદો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(Release ID: 1758319)
Visitor Counter : 213