સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતી સમસ્યાઓના લગતા નિરાકરણ અર્થે ડાક અદાલતનું આયોજન
પોસ્ટેડ ઓન:
24 SEP 2021 2:52PM by PIB Ahmedabad
રાજકોટ, 24-09-2021
ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુ થી ડાક અદાલતનું આજન કરવા જઈ રહ્યું છે. વર્ષે 2021 દ્વિતીય ત્રિમાસિક ડાક અદાલતનું આયોજન તારીખ 05-10-2021ના રોજ 11.00 કલાકે પોસ્ટ માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ રાજકોટ – 360001ની ઓફિસમાં રાખવામાં આલ છે.
આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોનો વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ અને આ માટે પોસ્ટર માસ્તર જનરલ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે તથા ફરિયાદના વ્યાજબી નિરાકરણ આપશે. આથી દરેક નાગરિકને આ પ્રેસ વિજ્ઞપતિ દ્વારા જણાવવામાં આવે છે કે ટપાલ સેવાઓને લગતી ફરિયાદો આપ શ્રી કે. એસ. શુકલ, સહાયક નિદેશક ડાક સેવાઓ, પોસ્ટ માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી, 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ – 360001ને તારીખ 30-09-2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો. આ તારીખ બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની દરેકે ખાસ નોંધ લેશે.
સામાન્ય પ્રરકારની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહિ તથા ફરિયાદો કોઈ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એક થી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્યાન આપવામાં નહીં આ જેની દરેક નાગરિકે ખાસ નોંધ લેવી. એક અરજીમાં ફરિયાદની વિગત ટૂંકમાં તથા સ્પષ્ટ રીતે પુરતી વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરમાં આપવાની રહેશે.
એક પોસ્ટ વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(રીલીઝ આઈડી: 1757674)
મુલાકાતી સંખ્યા : 196