માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ, ગાંધીનગર ખાતે શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવી

Posted On: 20 SEP 2021 4:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ, ગાંધીનગર ખાતે 5 સપ્ટેમ્બર 2021થી 15 સપ્ટેમ્બર 2021 સુધી આચાર્ય શ્રી અવધેશ કુમારના માર્ગદર્શન હેઠળ શિક્ષક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર શિક્ષકોના યોગદાનને ઓળખવા અને નવી શિક્ષણ નીતિ (NEP-2020) ને એક પગલું આગળ વધારવા માટે ઉજવવામાં આવ્યો હતો. શિક્ષા પર્વ - 2021ની થીમ "ગુણવત્તા અને સતત શાળાઓ: ભારતમા શાળાઓમાંથી શીખવું" છે.

આ મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં પોતાનું યોગદાન અને સહકાર આપ્યો હતો. 15 સપ્ટેમ્બર 2021 ના સમાપન સમારંભમાં, આચાર્ય શ્રી અવધેશ કુમારે શિક્ષણ જ જીવનનું સાચું ઘડતર કરે છે એ વિષય ઉપર શિક્ષકો તેમજ બાળકોને સંબોધ્યા હતા.


(Release ID: 1756416) Visitor Counter : 146